GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Coronaએ વધારી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની મુશ્કેલીઓ, એક મહિનામાં ત્રણ ઘણી થઈ ગઈ ક્લેમની રકમ

Corona

દેશમાં કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે જ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની મુશ્કેલી પણ વધતી જઈ રહી છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં આ કંપનીઓની પાસે ક્લેમની રકમ ત્રણ ગણાથી પણ વધીને 562 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. તેમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી આગળ છે. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલના આંકડા અનુસાર 3 જુલાઈએ દાવાની સંખ્યા પણ ત્રણ ગણાથી વધીને 35 હજારે પહોંચી ગઈ. 8 જૂને આ સંખ્યા 11 હજાર હતી.

8 જૂન સુધી સુરવારના મધ્યમાં 178 કરોડ રૂપિયાનો દાવો

આ આંકડા અનુસાર પોલિસીધારકોએ 8 જૂન સુધી સુરવારના મધ્યમાં 178 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. 3 જુલાઈ સુધી 184 કરોડ રૂપિયાના લગભગ 23000 દાવા પર કામ કરી લેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દાવા કરવામાં આવ્યા છે. રાજ્યમાં 195 કરોડ રૂપિયાના 15,753 દાવા કરવામાં આવ્યા છે. બીજા નંબર પર દિલ્હી છે. રાજધાનીમાં 5909 દાવા કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ 134 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં પણ મોટી સંખ્યામાં દાવા કરવામાં આવ્યા છે.

Corona

કેમ મળી રહ્યો છે કમ પેઆઉટ

જુલાઈમાં ક્લેમની સરેરાશ રાશિ વધીને 1.64 લાખ રૂપિયા થઈ ગયા જે જૂનમાં 1.56 લાખ રૂપિયા હતી. આ સમયે એવરેજ સેટલમેન્ટ 90118 રૂપિયાથી ઘટીને 80427 રૂપિયા રહી ગયા. તેનાથી સાબિત થાય છે કે કોવિડ-19ની સારવારની કિંમત વધ્યા બાદ પણ પોલિસીધારકોને કમ પેઆઉટ મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે અલગ અલગ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે અલગ અલગ કિંમત વસુલી રહ્યા છે. મોટાભાગની હેલ્થ પોલિસીઝમાં રૂમ રેન્ટ ફિક્સ હોય છે અને તેમાં હોસ્પિટલ કર્મચારીઓ દ્વારા પહેરવામાં આવતી PPE અને હાથના મોજાની કિંમતનો સમાવેશ નથી થતો. હોસ્પિટલ આ કિંમત બિલમાં પણ સામેલ કરે છે.

Corona

Coronaના કેસ આ રીતે જ વધતા રહ્યા તો હજારો કરોડોમાં થશે રકમ

ઈન્ડસ્ટ્રીના અધિકારીઓએ ઈટીને જણાવ્યું કે જો કોરોનાના કેસ આ રીતે જ વધતા રહ્યા તો દાવો છે કે રકમ હજારો કરોડ રૂપિયામાં થશે. આ હાલ ત્યારે છે જ્યારે દેશમાં ફક્ત 4 ટકા આબાદીની પાસે મેડિકલ કવર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાના અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 767296 પહોંચી ચુકી છે. તેમાંથી 476378 લોકો આ મહામારીથી સારવાર લઈને સાજા થઈ ચુક્યા છે. જ્યારે 21129 લોકોના મોત થઈ ચુક્યા છે.

Read Also

Related posts

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાઉદી અરેબિયાને ધમકી, ટેકો આપો નહીંતર મુસલમાન દેશોનું અલગ સંગઠન બનાવીશું

Dilip Patel

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!