GSTV

શું રાજ્યના આ શહેરોમાં શનિ-રવિમાં ફરીથી લાગુ થશે દિવસનો કર્ફ્યૂ, ગુજરાત સરકાર કરી રહી છે વિચારણા!

રાજ્યમાં જીવલેણ કોરોનાવાયરસનો કહેર યથાવત છે, દરરોજ સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ મામલે જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે બીજી તરફ વકરતી પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકાર અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા કરી રહી છે.

અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા

જો મહામારી વકરશે તો અમદાવાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિના રોજ દિવસનો પણ કર્ફ્યુ અમલમાં આવે તેવી અટકળો અને શક્યતાઓ લાગી રહી છે. જ્યારે બીજી તરફ જોવા જઈએ કે પાનની હાટડીઓ, ચાની કિટલી, ગલ્લાઓ, રોડ સાઈડ ફૂડ આઉટલેટ્સ પર લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે સોશિયલ ડિસ્ટનસ પણ ભૂલી ગયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ તમામ પર સ્થળો પર હાલ પુરતો સંપૂર્ણ પ્રતિબંધ લદાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જોકે તેની કોઈ સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી.

અટકળો અને શક્યતાઓ લાગી રહી

પરંતુ આ મામલે આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ CMની અધ્યક્ષ્તામાં કોર કમિટીની મહત્વની બેઠક યોજાવાની છે. અને આ બેઠકમાં સખ્ત નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ દરમ્યાન રાજ્ય સરકારના અગ્ર સચિવ પંકજકુમારનું મહત્વનું નિવેદન આવ્યુ છે કે રાજ્યમાં ફરી લૉકડાઉનના લાગુ થશે, આ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર સંદતર રીતે ખોટા છે અને સરકાર આ મામલે કોઈ વિચાર કરી રહી નથી.

CMની અધ્યક્ષ્તામાં કોર કમિટીની મહત્વની બેઠક યોજાવાની

અમદાવાદ શહેરમાં ફરી એક વખત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં આવેલા નાના-મોટા મળી 250 જેટલા બગીચા સવાર અને સાંજે માત્ર બે-બે કલાક માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મળતી માહીતી પ્રમાણે,અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા શહેરના તમામ બગીચાઓમાં જવા માટેનો સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.મ્યુનિ.ના એક સર્વે મુજબ,શહેરમાં હાલ રાત્રિ કરફયૂ અમલમાં છે. 

READ ALSO

Related posts

દ્વારકા/ શિવરાજપુર બીચના પ્રથમ ફેઝના વિકાસની કામગીરીનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરાયું

Pravin Makwana

GSTVના અહેવાલની અસર/ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને પગાર ન મળતા ખાનગી એજન્સી સામે થશે કાર્યવાહી

Pravin Makwana

ભોપાલથી નીકળેલી સોલાર બસ યાત્રા અમદાવાદ આવી પહોંચી, 40 લાખના ખર્ચે તૈયાર થયેલી બસમાં તમામ સુવિધાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!