GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુજરાતમાં Coronaના કુલ પાંચ કેસ પોઝીટીવ, અમદાવાદમાં 2 નોંધાયા

corona

ગુજરાત(Gujarat)માં કોરોના(Corona)ના કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. અમદાવાદ(Ahmedabad) 2 અને વડોદરામાં પણ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. તેવું રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝીટીવ આવ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કુલ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોનાના કુલ પાંચ કેસ નોંધાયા છે. અગ્ર સચિવે એ પણ જણાવ્યું કે, જે પણ વ્યક્તિઓના કેસ પોઝીટીવ આવ્યા છે તેઓ 35 વર્ષની અંદરની વય ધરાવે છે.

  • ફિનલેન્ડ અને ન્યૂયોર્કથી અમદાવાદ આવેલી મહિલાઓના કેસ પોઝીટીવ
  • સ્પેનથી વડોદરા આવેલ વ્યક્તિનો કેસ પોઝીટીવ
  • તમામ પોઝીટીવ કેસ રાજ્યના મહાનગરમાં નોંધાયા

દેશમાં Coronaના કારણે આજે વધુ એક વ્યક્તિનું મોત

દિનપ્રતિદિન હવે કોરોના (Corona) વાયરસ ભારત (India)ને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ત્યારે દેશમાં કુલ પાંચમું મોત નોંધાયું છે. રાજસ્થાન (Rajsthan) ના જયપુરમાં કોરોના વાયરસથી સંક્રમિત એવા એક વ્યક્તિની મોત થઈ છે. આ વ્યક્તિ ઈટાલી (Italy)નો રહેવાસી છે. જેને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા તેની રિપોર્ટ નેગેટિવ આવી હતી. પણ કિડની અને ફેફસામાં વધારે પડતો ચેપ ફેલાવાના કારણે તેણે જીવ ગુમાવ્યો છે. આ પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબમાં પણ લોકોની મોત થઈ ચૂકી છે. આ તમામ લોકો વૃદ્ધ હતા જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ઈટાલીના નાગરિક સાથે દેશમાં કુલ મોતનો આંકડો હવે પાંચ સુધી પહોંચી ચૂક્યો છે.

corona

ભારતમાં Coronaનું જોખમ સતત વધ્યુ

ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો ૧૯૭એ પહોંચ્યો છે. જેમાં સારવાર બાદ સાજા થયેલા ૨૦ લોકોનો પણ સમાવેશ થાય છે. દેશમાં કોરોનાથી વણસી રહેલી પરિસ્થિતિને પગલે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આંશિક તાળાબંધીની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કાલકમાં કોરોનાના નવા ૨૦ કેસ નોંધાયા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ૨૨મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

corona

પંજાબમાં Coronaથી એક વૃદ્ધનું મોત

પંજાબમાં એક વૃદ્ધનાં મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઈઝરી જાહેર કરતાં ૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે.

દેશમાં Coronaના નવા 22 કેસ

ગુજરાત, છત્તીસગઢ અને ચંડીગઢમાં ગુરુવારે કોરોના વાઇરસના પહેલા દર્દીઓ નોંધાવાની સાથે દેશમાં કોરોના વાઈરસના ૨૨ નવા કેસો નોંધાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોરોના વાઈરસ સતત ફેલાઈ રહ્યો છે, જેને પરિણામે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રીનગર શહેરમાં બધા જ જાહેર પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કાશ્મીર ખીણના અનેક ભાગોમાં લોકોના આવાગમન પર પ્રતિબંધ છે.

corona

પંજાબમાં Coronaના કારણે તાળાબંધીની સ્થિતિ

પંજાબમાં પણ લગભગ તાળાબંધીની સ્થિતિ છે. પંજાબ સરકારે શુક્રવારથી જાહેર પરિવહન સેવાઓ બંધ કરી દેવાની તેમજ ૨૦થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. વધુમાં રાજ્ય સરકારે લગ્ન સ્થળો, હોટેલ્સ, રેસ્ટોરાં, બેન્ક્વેટ્સ અને જાહેર ભોજનાલયોને બંધ રાખવાનો આદેશ કરી દીધો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ રેસ્ટોરાં બંધ રાખવાના આદેશ આપ્યા છે, પરંતુ હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારના બધા જ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર એકમોને જાહેર કાર્યક્રમો બંધ કરી દેવા જણાવાયું છે. ઉપરાંત શુક્રવારથી બીન આવશ્યક સરકારી સેવાઓ બંધ કરવા નિર્દેશો અપાયા છે.

Coronaના કારણે આંતરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ

દેશમાં કોરોનાને પ્રસરતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે ૨૨મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.વધુમાં કેન્દ્ર સરકારે તેના બી અને સી શ્રેણીના ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને બાકીના ૫૦ ટકા કર્મચારીઓને ઓફિસ આવવાના આદેશ આપ્યા છે. ઓફિસ આવનારા કર્મચારીઓના કામના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. કર્મચારીઓ વારાફરતી ઓફિસ અને ઘરેથી કામ કરશે. આ આદેશો ૪થી એપ્રિલ સુધી લાગુ રહેશે. આ આદેશ કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર કર્યા છે. જોકે, કોરોના વાઇરસ સંબંધિત કામોમાં જોડાયેલા કર્મચારીઓ પર આ આદેશો લાગુ નહીં પડે.

corona

ભારતમાં Corona સંક્રમિતની સંખ્યા વધી મોટાભાગના વિદેશથી આવેલા

કેન્દ્ર સરકારે રાજ્યોને, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે. દેશમાં કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની કુલ સંખ્યા ૧૯૭ થઈ ગઈ છે, જેમાં ઈટાલીના ૧૭, ફિલિપાઈન્સમાંથી ૩, યુકેમાંથી બે, કેનેડા, ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાંથી એક-એક એણ કુલ ૨૫ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પંજાબમાંથી ચાર મોતનો પણ સમાવેશ થાય છે.

કોરોના (Corona) વાયરસને કારણે સ્પેન (Spain)માં પરિસ્થિતી વધારે ખરાબ થઈ રહી છે. અહિયાની રાજધાની મેડ્રિડમાં દર દસમાંથી આઠ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. રીજન ઓફ મેડ્રિડના અધ્યક્ષ ઈસાબેલ ડિયાજ આયસોએ જાણકારી આપી કે દર્દીઓમાં લક્ષણો હાલમાં ખુબજ સામાન્ય છે. પરંતુ દેશની જનસંખ્યાના એક ભાગમા મોટી સમસ્યા ઉદ્ભભવી છે. તેમણે રેડિયોના માધ્યમથી એવું કહ્યું કે બની શકે છે સૌ કોઈ આ વાયરસની ઝપેટમાં આવી જાય. ખાસ કરીને વૃદ્ધો માટે આ વાયરસ જીવલેણ છે. ઉલ્લેખનિય છે કે 17 હજાર કરતા વધું લોકો આ વાયરસના શિકાર બની ચુક્યા છે અને કુલ 831 લોકોના મોત થઈ ચુક્યા છે.

10 હજારથી વધારે લોકોનાં Coronaથી મોત

નોબલ મહામારીમાં કોરોના (Corona)થી 10 હજારથી વધારે લોકોનાં મોત થયા હતા. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ગુરુવાર સુધી કોરોના વાયરસથી 10 હજાર લોકોનુ મોત થયુ હતુ. જેમાંથી યુરોપમા આ મૃતકોની સંખ્યા 4 હજાર 134 સુધી પહોંચી છે. જ્યારે એશિયામાં મૃતકોની સંખ્યાની 3 હજાર 416 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 712 લોકોનું મોત થયું હતુ. જ્યારે કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખ 50 હજારથી વધુની થઇ હતી. વિદેશ મંત્રાલયના ઉપસચિવે કહ્યુ હતુ કે 380 ભારતીયોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોને કેસ પોઝિટીવ આવ્યા હતા.

corona

Corona: ઈટાલીમાં રઝળતા મૃતદેહો, તાબૂદને દફનાવવા વાળુ કોઈ નથી

ઈટલી(Italy)માં ઘણા એવા ચર્ચો છે જેની બહાર કેટલાય મૃતદેહોના તાબૂત પડી રહ્યા છે. પરંતુ તે તાબૂદને દફનવવા વાળું કોઈ નથી. જેથી હવે તે કામ સેના કરી રહી છે. કોરોના (Corona) વાયરસને કારણે ઈટલી(Italy)માં અત્યાર સુધીમાં 3 હજાર 405 લોકો મોત પામી ચુક્યા છે અને જે રીતે અહીયા મૃતકોની સંખ્યા વધી રહી છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે ચીન (China) કરતા ઈટલીમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. ઈટલીના લોમ્બાર્ડી બેરગામો વિસ્તારમાં પરિસ્થિતી એટલી વીકટ બની છે. કે અહીયા ચર્ચની બહાર 65 તાબૂતોને કબ્રસ્તાન લઈ જવા વાળું કોઈ ન હતું. જેથી સેનાને બોલાવીને તે તાબૂત કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા.

corona

સ્પેનમાં દસમાંથી આઠને Corona

કોરોના વાયરસને કારણે સ્પેનમાં પરિસ્થિતી વધારે ખરાબ થઈ રહી છે. અહિયાની રાજધાની મેડ્રિડમાં દર દસમાંથી આઠ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. રીજન ઓફ મેડ્રિડના અધ્યક્ષ ઈસાબેલ ડિયાજ આયસોએ જાણકારી આપી કે દર્દીઓમાં લક્ષણો હાલમાં ખુબજ સામાન્ય છે. પરંતુ દેશની જનસંખ્યાના એક ભાગમા મોટી સમસ્યા ઉદ્ભભવી છે. તેમણે રેડિયોના માધ્યમથી એવું કહ્યું કે બની શકે છે સૌ કોઈ આ વાયરસની ઝપેટમાં આવી જાય. ખાસ કરીને વૃદ્ધો માટે આ વાયરસ જીવલેણ છે. ઉલ્લેખનિય છે કે 17 હજાર કરતા વધું લોકો આ વાયરસના શિકાર બની ચુક્યા છે અને કુલ 831 લોકોના મોત થઈ ચુક્યા છે.

Read Also

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!