GSTV

કોરોનાથી પણ ઘાતક રોગ આવ્યો ગુજરાતમાં: અમદાવાદમાં જોવા મળ્યા 3 કેસ, બાળકો માટે સૌથી મોટો ખતરો

ગુજરાત માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના કરતાં પણ વધુ એક ઘાતક બીમારી અમદાવાદમાં પ્રસરી છે. જે માત્ર 5થી 17 વર્ષ સુધીના બાળકોમાં જ જોવા મળે છે. આ બીમારી એટલે PMIS (પીડીયાટ્રીક મલ્ટિસિસ્ટમ ઇનફલેમેટરી સિન્ડ્રોમ). સૌથી વધારે ગંભીર બાબત એ છે કે, તે બાળકોમાં વધુ જોવા મળવાની સાથે તેના લક્ષણો અતિ ગંભીર છે. આ બીમારી બાળકો કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ થાય છે. કોરાનાથી સાજા થયેલા દર્દીઓ પણ બાળકમાં રોગ ફેલાવી શકે છે. આ રોગમાં પણ કોરોનાના સામાન્ય લક્ષણોની જેમ ચામડી પર લાલ ચકામા થવા, આંખ લાલઘુમ થવી અને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે તથા કોઇ વાર પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી થાય છે. ગુજરાત સરકારે આ મામલે જાગવાની જરૂર એટલે છે કે આ રોગ નાના બાળકોમાં થાય છે. જેઓ આ રોગ સામે ઓછી ઇમ્યુનિટી ધરાવે છે. અત્યાર સુધીમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રણ બાળકો આ ઘાતક રોગનો ભોગ બન્યા છે જેમની સારવાર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ કેસના લક્ષણો સુરત, મુંબઈ અને દિલ્હીમાં પણ જોવા મળ્યા છે. જોકે, સત્તાવાર સૂત્રો આ પ્રકારના કેસો હોવાનો ઇનકાર કરી રહ્યાં છે. જાણકારો કહી રહ્યા છે કે આ રોગ કોરોનાના દર્દીના સાજા થયા બદા 3થી 4 અઠવાડિયા પછી ફેલાઈ શકે છે. જોકે, આ બાબતનો કોઈ સત્તાવાર સ્વીકાર કરી રહ્યાં નથી.

મહત્વનું એ છે કે આ રોગમાં દર્દીઓને આપવામાં આવતા આઈવીઆઈજી ઇન્જેક્શન અત્યંત મોંઘા આવે છે. યુકે અને યુએસ બાદ ભારતમાં એમાંયે પણ ગુજરાતના અમદાવાદમાં આ રોગ જોવા મળ્યો છે. જાણીતા લોકોનું કહેવું છે કે, ખાનગી હોસ્પિટલોમાં પણ આ ઘાતક રોગના દર્દીઓ હોવાની સંભાવના છે પરંતુ હાલ તો સત્તાવાર રીતે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આ રોગનો ભોગ બનનાર 3 બાળકોની સારવાર ચાલી રહી છે. આ રોગની સારવાર પેટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જાણકારોનું કહેવું છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય અથવા તો કોઈ અન્ય વ્યક્તિ કે જે કોરોના પોઝિટીવ હોય તેના સંપર્કમાં આવ્યા હોય તેવા બાળકોને 3થી 4 અઠવાડિયા પછી આ રોગના લક્ષણો જોવા મળી શકે છે.

ચેપ ફેલાતો અટકાવવા શું કરવું જોઈએ

  • બાળકોને જાહેર જગ્યામાં જતા અટકાવો
  • ખાસ કરીને કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિઓથી દૂર રાખો
  • કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા લોકો પણ આ બાળકો માટે જોખમી
  • સરકારના સ્કૂલો ખોલવાના પ્રયાસ વચ્ચે આ રોગ સાબિત થઈ શકે છે ઘાતક
  • ગુજરાતના આરોગ્ય માટે સૌથી મોટા સમાચાર

પીએમઆઈએસ એટલે શું

પીએમઆઈએસ- એટલે પીડિયાટ્રીક મલ્ટિસિસ્ટમ ઇનફલેમેટોરી સિન્ડ્રોમ એ બાળકોમાં જોવા મળતો એક ગંભીર રોગ છે. આ કોરોના રોગચાળામાં ન્યુયોર્કમાં 64થી લઇને 120થી વધુ કેસ નિદાન થયા છે. પીએમઆઈએસ અને કાવાસાકી રોગ વચ્ચેનો તફાવત ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણા લક્ષણો અને પ્રસ્તુતિ સમાન છે. ભારતમાં આ સિઝનમાં કાવાસાકી રોગ પણ જોવા મળે છે. કાવાસાકી રોગ કેટલાક સમયે એન્યુરિઝમની જેવા કાર્ડિયાક કોમ્પ્લીકેશન છોડી જાય છે અને જીવનભર તેને ફોલોઅપ કરવો જરૂર છે. જ્યારે કે સમયસર સારવાર ન આપવામાં આવે તો કોરોનામાં પીએમઆઈએસ જીવલેણ બની શકે છે. સોલા સિવિલમાં નોંધાયેલા કેસ અંગે હોસ્પિટલના પીડિયાટ્રીશન ડોક્ટર ક્યુરી નગતિયા સાથે આ બાબતે જીએસટીવીએ ખાસ વાતચીત કરતાં આ રોગની ગંભીરતા સામે આવી છે. ડોક્ટરનું કહેવું છે કે બાળકો પ્રત્યે આ કોરોનાકાળમાં વધુ કાળજી રાખવી જરૂરી છે. કેમકે અમદાવાદમાં સૌથી વધારે કેસો કોરોનાના નોંધાયેલા છે. અનલોકના આ સમયમાં કોરોના પીડિતો સાજા થઈને બજારમાં હરતા ફરતા થઈ ચૂક્યા છે.

કોરોનામાં જાત જાતના લક્ષણો સાથે દર્દી આવે છે. બાળકોમાં જોવા મળતું પીએમઆઈએસ- એટલે પીડિયાટ્રીક મલ્ટિસિસ્ટમ ઇનફલેમેટોરી સિન્ડ્રોમ ઘાતક રોગ છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે નહીં તો કોરોનાની જેમ આ રોગનો ચેપ ફેલાતાં વાર નહીં લાગે. આ ચેપ એ કોરોના દર્દીઓના સંપર્કમાં આવતાં ફેલાતો હોવાથી બાળકોને હવે છૂટાં બહાર ફરવા મોકલવા એ જોખમી છે. અમદાવાદની એક પણ સોસાયટી એવી નથી કે આ કેસ આવ્યો ન હોય. ગુજરાત માટે આ સૌથી મોટો ખતરો બની શકે છે આ રોગ.

READ ALSO

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!