GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં Corona સંક્રમણમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1161 પોઝિટિવ દર્દીઓ સામે 1270 થયા સાજા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1161 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1270 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચી ગયો છે. તો હાલમાં 79 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,40,419 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,746 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 53,22,288 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,49,479 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,49,199 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 280 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા – 1161
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 158635
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 9
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1270
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,40,419
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,587

આગામી દિવસોમાં શિયાળા અને વધતા જતા પ્રદુષણના કારણે કોરોના વધારે કહેર મચાવશે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આ વાતને સમર્થન આપ્યું છે.

રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં

તેમણે કહ્યુ છે કે, શિયાળાની સિઝન અને તહેવારોને જોતા કોરોના સામેના જંગમાં આગામી અઢી મહિના ભારે મહત્વના રહેશે.આ માટે આપણી બધાની જવાબદારી છે કે, બેદરકારી ના વરતીએ અને કોરોનાને ફેલાતો અટકાવીએ.દેશમાં કોરોનાની ત્રણ રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જો બધુ સમુ સુતરુ પાર ઉતર્યુ તો સ્વદેશી કોરોના વેક્સિનનુ ઉત્પાદન બહુ જલદી શરુ થઈ જશે.

ત્રણ રસી પર કામ ચાલી રહ્યુ છે

ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારતમાં જે ત્રણ રસી પર કામ ચાલી રહ્યુ છે તેમાંથી એક રસીની ત્રીજા સ્ટેજની અને અન્ય બે રસીની બીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે. કોરોના સામેની લડાઈમાં આગલા બે થી અઢી મહિના ભારે મહત્વના પૂરાવાર થવાના છે ત્યારે દરેક નાગરિક સચેત રહે અને સરકારના નિર્દેશોનુ પાલન કરે તે જરુરી છે.

READ ALSO

Related posts

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

Zainul Ansari
GSTV