GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Corona: અધધધ… આટલા હજાર કરોડની મદદ કરશે Google, CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત

corona

દુનિયાભરમાં કોરોના (Corona) વાયરસના ખતરાને જોતા ગુગલ (Google) અને તેની મુળ કંપની આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈએ(Sundar Pichai) SMB, સ્વાસ્થ્ય સંગઠનો અને સરકારી એજન્સીઓ તથા સ્વાસ્થ્યકર્મિઓનું સમર્થન કરવા માટે 80 કરોડ ડોલરથી વધુની મદદ આપવા કહ્યું છે. પિચાઈએ ટ્વીટ (Tweet) દ્વારા તેની જાણકારી આપી છે. દુનિયાભરમાં કોરોના વાયરસ સતત પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. તેમાં બિમારીથી લગભગ 20,000થી વધુ લોકોના મોત થઈ ગયા છે.

Coronaના કહેર વચ્ચે આવા એકમોને મળશે સહાય

સુંદર પિચાઈએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું- ‘દુનિયાભરમાં નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયને ગુગલ એન્ડ ક્રેડિટન રૂપમાં 34 કરોડ ડોલર મળશે. આ રકમ તે એકમો માટે ઉપલબ્ધ હશે જેમના ખાતા પાછલા એક વર્ષથી સક્રિય છે. તેનું નોટિફિકેશન તેમના ગુગલ એડ ખાતા પર જોવા મળશે. આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને 100થી વધુ સરકારી એજન્સીઓને 25 કરોડ ડોલરની જાહેર સહાયતા આપવામાં આવશે. ત્યાં જ એનજીઓ અને બેન્કો માટે 20 કરોડ ડોલરનું રોકાણ કોષ બનાવવામાં આવશે જે એનજીઓ અને નાણાકીય સંસ્થાનોની મદદ કરશે જેથી નાના વ્યવસાય માટે રકમની વ્યવસ્થા કરી શકાય. આ ઉપરાંત તેમણે અન્ય સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.’

corona

અમેરિકામાં corona વાયરસનો કહેર

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ માવામાં આવતા અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત જારી છે. અત્યાર સુધી કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. ચોંકાવનાર વાત એ છે કે હવે આ 1,00,000નો આંકડો પાર કરી ચુક્યા છે. શુક્રવારે જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલયના ટ્રેકરે આ ફેક્ટ્સ સામે લાવ્યા છે. અમેરિકામાં શુક્રવારે સાંજે છ વાગ્યા સુધી 1,544 મોત સાહિત 1,00,717 મામલા દાખલ કરવામાં આવ્યા છે. સૌથી વધુ મામલા ન્યૂયોર્કથી સામે આવ્યા છે. સંક્રમણના મામલામાં બીજા નંબર પરના દેશ ઈટલીથી લગભગ 1,5000 અને ચીનથી 20,000થી વધુ મામલા સામે આવ્યા છે.

Read Also

Related posts

ચાલીસી વટાવનાર દરેક મહિલા માટે સ્વાસ્થ્યની ચાવી છે આ યોગાસન

Bansari

ભોજનને સ્વાદિષ્ટ બનાવનાર મીઠા લીમડાના આ ફાયદા તમે નહી જાણતા હોવ

Bansari

કમર પર જામ્યાં હોય ચરબીનાં ટાયર કે વધી ગયું હોય વજન, કરો આ આસનો, થોડા જ દિવસોમાં થશે અસર

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!