GSTV

કોરોના/ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાના 135 દેશોમાં પ્રસરી ચૂક્યો, ટોકિયોમાં પહેલીવાર એક દિવસમાં 5000થી વધુ કેસ

કોરોના

Last Updated on August 6, 2021 by Damini Patel

ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ હવે દુનિયાના 135 દેશોમાં પ્રસરી ચૂક્યો છે અને દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20.13 કરોડનો આંકડો વટાવી ગઈ છેે તેમ વિશ્વ આરાગ્ય સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું છે. આલ્ફા વેરિઅન્ટ દુનિયાના 182 દેશોમાં પ્રસર્યો હતો તેની સામે ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાના 135 દેશોમાં પ્રસરી ચૂક્યો છે. આ ઉપરાંત બિટા વેરિઅન્ટ દુનિયાના 132 દેશોમાં અને ગેમા વેરિઅન્ટ 81 દેશોમાં પ્રસરી ચૂક્યો છે.

દુનિયામાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક મહિનાથી સતત વધી રહી હોવાથી છેલ્લા સપ્તાહમાં ચાર મિલિયન કરતાં વધારે કેસો નોંધાયા હતા. વિવિધ દેશોમાં સૌથી વધારે કેસ યુએસએમાં 543,420 -નવ ટકાનો વધારો, ભારતમાં નવા 283,923 કેસો-સાત ટકાનો વધારો, ઇન્ડોનેશિયા 273,891 કેસો-પાંચ ટકાનો વધારો,બ્રાઝિલ 247,830-24 ટકાનો વધારો અને ઇરાન 206,722 કેસો-27 ટકાનો વધારો નોંધાયો હતો.

યુએસમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસો 94 ટકા

કોરોના

દરમ્યાન યુએસમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની ટકાવારી વધીને 94 ટકા થઇ ગઇ છે. દરમ્યાન યુકેએ ભારતને તેની કોરોના ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થામાં ભારતને રેડ લિસ્ટમાંથી કાઢીને યલો લિસ્ટમાં મુક્યું હોવાથી ભારતમાંથી કોરોનાનીરસીના બંને ડોઝ લઇને યુકે જનારા પ્રવાસીઓને હવે ફરજિયાત દસ દિવસના હોટલ ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર રહેશે નહીં.

દરમ્યાન ડેલ્ટા વેરિઅન્ટના કેસો વધવાને પગલે ચીનના નેતાઓને તેમના શહેરોને આઇસોલેટ કરવાની મોંઘી વ્યૂહરચના બદલવાની ફરજ પડશે. શાસક કોમ્યુનીસ્ટ પાર્ટી દ્વારા ચીનને બંધ કરી દેવાની વ્યૂહરચના ફરી અમલમાં મુકવામાં આવશે તો વુહાનના પંદર લાખ લોકોની વસ્તી બહારનો સંપર્ક ગુમાવી બેસશે. વુહાનમાં હાલ ફલાઇટો રદ કરવામાં આવી છે અને સામૂહિક ટેસ્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ટોકિયોમાં કોરોનાના નવા 5042 કેસો

કોરોના

દરમ્યાન જાપાનમાં ઓલિમ્પિક્સના યજમાન શહેર ટોકિયોમાં કોરોનાના નવા 5042 કેસો નોંધાયા હતા. લોકો હવે કોરોના નિયંત્રણોથી કંટાળ્યા હોવાથી દારૂ પરના પ્રતિબંધ અને બાર-રેસ્ટોરાંના મર્યાદિત કલાકોને લોકો ગણકારતાં નથી. વડાપ્રધાન સુગાએ જણાવ્યું હતું કે ટોકિયોમાં પહેલીવાર દૈનિક કોરોના કેસોની સંખ્યા પાંચ હજારનો આંક વટાવી ગઇ છે. ચેપ અભૂતપૂર્વ ઝડપે ફેલાઇ રહ્યો છે.

ટોકિયોમાં કોરોનાના કુલ 236,138 કેસો નોંધાયા છે અને સમગ્ર દેશમાં 14,000 કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 9,70,000 પર પહોંચી છે. કોરોનાનો ચેપ ફેલાવાની ઝડપ વધવાને પગલે નિષ્ણાતોએ દેશવ્યાપી ઇમરજન્સી જાહેર કરવી.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!