ગાંધીનગર શહેર અને જિલ્લામાં અમદાવાદ અવર જવર કરતાં લોકોને કારણે કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દિવસે અને દિવસે પોઝિટિવ દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચાર દિવસ પહેલાં અમદાવાદથી માણસાના ચડાસણા પોતાના વતનમાં આવેલા પિતા-પુત્ર કોરોનામાં સપડાયાં છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના હોટ સ્પોટ બહેરામપુરામાં પોતાના સાળા સાથે રહેતાં અને ખાનગી સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં ૩૮ વર્ષિય પુરુષ પોતાના છ વર્ષના દિકરાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે તા.૨૫મીએ બહેરામપુરાથી માણસા પોતાના વતન ચડાસણામાં આવ્યા હતાં.
અમદાવાદથી આવ્યા હોવાના કારણે તેમને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ પણ સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતાં. ત્યારે ૩૮ વર્ષિય પિતા અને છ વર્ષિય પુત્રનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ પિતા-પુત્રને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બહેરામપુરામાં તા.૨૩મીએ તેના સાળાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં પોતાના છ વર્ષના પુત્રને લઇને ચડાસણા આવી ગયા હતા તેમ છતાં તેઓ ચેપગ્રસ્ત થયાં છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો