GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની સારવાર, લિસ્ટમાં તમારૂ નામ છે કે નહીં આ રીતે કરો ચેક

Corona

દેશમાં કોરોના (Corona) વાયરસ મહામારીનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાની સારવાર પણ ખૂબ મોંઘી છે. આથી કોરોના મહામારીને જોતા સરકારે પોતાની ખાસ યોજના આયુષ્માન ભારત હેઠળ હોસ્પિટલોની સંખ્યા સતત વધારી છે. આપુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દિઠ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીના ફ્રીમાં સારવાર મળે છે. આ સ્કીમ હેઠળ લાભાર્થીઓને ઈ-કાર્ડ આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને કેસલેસ સેવાઓ મેળવી શકાય છે. સરકારની આ યોજનાઓનો ફાયદો તમે ત્યારે લઈ શકશે જ્યારે તમે આયુષ્માન ભારત યોજનામાં રજીસ્ટર્ડ હશો. જો તમે એવું ચેક કરવા માંગો છો કે આ સ્કીમમાં તમે રજીસ્ટર્ડ છો કે નહીં તો આ રીતે તમે કરી શકો છો ચેક.

Corona

કઈ રીતે ચેક કરી શકો તમારૂ નામ?

આયુષ્માન ભારત યોજનામાં તમારૂ નામ ચેક કરવા માટે સૌથી પહેલા https://www.pmjay.gov.in/ વેબસાઈટ પર જાઓ. પેજ ખુલ્યા બાદ ઉપર જમણી તરફ એક લિંક જોવા મળશે. આ લિંક Am I Eligibleની હશે. તેના પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે, જેમાં તમારી અમુક જાણકારીઓ માંગી હશે. ત્યાં તમારે પોતાના મોબાઈલ નંબરની સાથે સાથે એક કેપ્ચા કોડ ભરવાનો રહેશે. આ જાણકારીઓ આપ્યા બાદ તમે OTPના ઓપ્શન પર ક્લિક કરો.

તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે. તે OTP ભર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમે તમારૂ રાજ્ય પસંદ કરો. ત્યાર બાદ તમને અમુક કેટેગરી જોવા મળશે. તમે એજ કેટેગરી પસંદ કરો જેમાં તમે પોતાનું નામ ચેક કરવા માંગો છો. તેમાં નામ, HHD નંબર, રાશન કાર્ડ અને મોબાઈલ નંબરનો ઓપ્શન આપવામાં આવ્યો હશે. તેમાંથી કોઈ એક પર ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમે આયુષ્માન ભારત યોજનામાં શામેલ છો કે નહીં.  

Corona

અહીં કરી શકો છો કોલ

આ ઉપરાંત તમે 14555 અને 1800-111-565 નંબર ડાયલ કરીને તમારુ અથવા તમારા પરિવારનું યોજનામાં નામ છે કે નહીં, તમે લાભ લેવાના પાત્ર છો કે નહીં વગેરે જાણકારીઓ મેળવી શકો છો.

Read Also

Related posts

પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

Arohi

ગૃહ સચિવ અને અધિક મુખ્ય સચિવ પહોંચ્યા શ્રેય હોસ્પિટલ, એફએસએલ અને ફાયર વિભાગની ટીમના અધિકારીઓ પણ ઉપસ્થિત

Nilesh Jethva

ટકલા માણસે પત્ની સાથે આવી રીતે ખેચાવ્યો ફોટો, જે જોઈને તમારી હસી રોકાશે નહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!