GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

કોરોના ફ્રી આ રાજ્યમાં દેશમાં પ્રથમ વખત 15મી જૂનથી શાળાઓ અને કોલેજો ખુલશે, આ ધોરણને મંજૂરી નહીં

કોરોના

9 થી 12 સુધીના વર્ગો સિક્કિમમાં ફરી શરૂ થશે જ્યારે નર્સરીથી આઠમા ધોરણ સુધીના વર્ગો પછી શરૂ થશે .કોરોના ફ્રી સ્ટેટ સિક્કિમમાં, 15 જૂનથી શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ 9 થી 12 સુધીના વર્ગો ફરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે નર્સરીથી આઠમા ધોરણના વર્ગ આગામી હુકમ પછી જ શરૂ થશે. રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ પ્રધાન કુંગા લેપ્ચાએ જાહેર કર્યું હતું કે, તમામ મોટા વર્ગો અને બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિશાનિર્દેશો લાગુ કરીને નવથી 12 સુધીના વર્ગો શરૂ કરીશું. નર્સરીથી આઠમાં ધોરણ સુધી કોઈ વર્ગો નહીં ચાલું થાય.

નર્સરીથી આઠમાં ધોરણ સુધી કોઈ વર્ગો નહીં ચાલું થાય

બાકીના માટે ઓનલાઇન વર્ગ ચાલુ રહેશે. વાર્ષિક પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. જેથી અભ્યાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. કોલેજ અને યુનિવર્સિટી બે પાળીમાં ચાલશે. આ સમય દરમિયાન, બધા લોકોએ જરૂરી આદેશોનું પાલન કરવું પડશે. હાલમાં સરકારે લોકડાઉનનાં ચોથા તબક્કામાં રાહત આપી છે. હવે 1 જૂનથી ટ્રેનો ચલાવવાનું બુકિંગ શરૂ કરાયું છે, જ્યારે ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે બુકિંગ પણ શરૂ કરાઈ છે.

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!