GSTV

80 કરોડ લોકોને 3 મહિના સુધી અપાશે મફત ધાન્ય, 22 લાખ ટનથી વધુનો જથ્થો નીકળી ચૂક્યો છે

corona

દેશમાં 3 મે સુધી લોકડાઉન (Lockdown) વધારવાની સાથે સરકારે ગરીબોને રાહત માટેની યોજનાની પણ જાહેરાત કરી. આવતા ત્રણ મહિના સુધી કેન્દ્ર સરકારે 80 કરોડ ગરીબોને દર મહિને 5 કિલો અનાજ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ મંત્રાલયના પ્રવક્તા પૂણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, આશરે 80 કરોડ લોકોને તેમની પસંદગી પ્રમાણે, આગામી ત્રણ મહિના માટે દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયની કંટ્રોલરૂમ પર નજર

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધારાના અનાજ મોકલવામાં માટેની તૈયારીઓ કરી દીધી છે. 13 એપ્રિલ, 2020 સુધીમાં, 22 લાખ ટનથી વધુ અનાજનો જથ્થો એફસીઆઈના ગોડાઉનમાંથી નીકળી ચૂક્યો છે. વળી, ગૃહ મંત્રાલયનો કંટ્રોલરૂમ ચોવીસ કલાકની આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા પર નજર રાખે છે. તે હેલ્પલાઇન દ્વારા જરૂરિયાતમંદોને મદદ પણ કરી રહી છે.

કામદારોની સમસ્યાઓનું ધ્યાન રાખવા તરફ પગલા

કેન્દ્ર સરકારે પણ કામદારોની સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખવા તરફ વિશેષ પગલા લીધા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે દેશભરમાં ખાસ કરીને મજૂર સમસ્યાઓના નિવારણ માટે 20 ફરિયાદ કેન્દ્રો સ્થાપ્યા છે. આ કેન્દ્રો મુખ્ય શ્રમ આયુક્તની દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છે. તેની વિસ્તૃત માહિતી હેલ્પલાઇન શ્રમ અને રોજગાર મંત્રાલયની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 26 માર્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 1.78 લાખ કરોડ રૂપિયાના વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી. 13 એપ્રિલ સુધીમાં 32 કરોડ લાભાર્થીઓને ડીબીટી દ્વારા 29,352 કરોડ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી છે. 5.29 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ: શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!