GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Corona વકરે નહિ તો શું થાય… હજુ લોકો લાખોનો દંડ ભરે છે પણ માસ્ક પહેરવા નથી તૈયાર

Corona

હાહાકાર મચાવી રહેલા કોરોના (Corona) વાયરસના સક્રમણથી બચવા માટે માસ્ક અનિવાર્ય હોવાથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનાર પાસેથી જે તે વિસ્તારની નગરપાલિકા અને મહાનગરપાલિકા, જિલ્લા ક્લકેટર અને સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા દંડની કાર્યવાહી થઇ રહી છે. તેમાં ઘર્ષણ થતું હોવાથી પોલીસને પણ આ જવાબદારી સોંપાઇ હતી. તેમાં ટુ-વ્હીલર ચાલકોએ ફુલ હેલમેટ પહેર્યુ હોય તો માસ્કમાંથી મુક્તિની જાહેરાત પણ થઇ હતી. જો કે પોતાના સ્વાસ્થય માટે જાગૃત લોકોએ સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવાનું ચાલુ કરી દીધું છે.

માસ્ક નથી પહેરતા લોકો

પરંતુ હજી પણ કેટલાક લોકો એવા છે કે જેઓ ટુ વ્હીલર, કાર, બસ, ઓટો રીક્ષા કે અન્ય રીતે પરિવહન કરી રહ્યા હોય કે પછી પગપાળા નીકળે ત્યારે માસ્ક પહેરતા નથી. આવા 15099 લોકો પાસેથી 10 દિવસમાં રૂા. 30.19 લાખથી વધુ દંડ વસુલ કરાયો છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત અલગ-અલગ પોલીસ મથકોની કાર્યવાહીનો પણ સમાવેસ થાય છે. દંડની કાર્યવાહી વેળા ઘર્ષણના પણ અનેક કિસ્સા બન્યા છે તેમાં લોકોની સામે ગુનો પણ દાખલ કરાયા છે.

Corona

ઘર્ષણનો કિસ્સો-1: ડૉક્ટરે પોલીસને કહ્યું મુરખા સાલાઓ ઉભા છો કંઇ સમજતા નથી

ગત સાંજે પાંડેસરા પ્રમુખ પાર્ક નજીક ડીંડોલી બ્રિજ પાસે પાંડેસરા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન એક કારને અટકાવી હતી. કારમાં સવાર યુવક અને યુવતી પૈકી યુવતીએ માસ્ક પહેર્યુ ન હતું. જેથી માસ્ક કેમ નથી પહેર્યુ એમ કહી પોલીસે દંડાત્મક કાર્યવાહીનું કહેતા વેંત કાર ચાલક જીગર કૌશિક પટેલ (ઉ.વ. 28 રહે. એ/304 આકાશ એરા એપાર્ટમેન્ટ, ભીમરાડ રોડ) કારમાંથી ઉતરી પોતે ડૉક્ટર છે તેમ કહી જીભાજોડી કરી હતી. ત્યાર બાદ ડૉ. જીગરે પોલીસને સંબોધીને કહ્યું હતું કે `મુરખા સાલાઓ ઉભા છો, કંઇ સમજતા નથી`. જેથી ત્યાં હાજર પીએસઆઇ એમ.એમ. મૌર્યાએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડૉ. જીગરે તેમની સાથે પણ ઉધ્ધત વર્તન કર્યુ હતું અને બુમાબુમ કરી લોકોને એક્ઠા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી છેવટે ડૉ. જીગર પટેલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Corona

ઘર્ષણનો કિસ્સો-2:પોલીસ ઘડી-ઘડી કંઇ નવું લઇ આવે છે એમ કહી બાઇક રસ્તા પર ફેંકી દીધી હતી

માસ્ક નહિ પહેરનાર વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત પાંચેક દિવસ અગાઉ પાલનપુર જકાતનાકા પાસે મોટરસાઇકલ સવાર હસમુખ દામજી પોરીયા (રહે. સંત તુકારામ સોસાયટી વિભાગ 2, પાલનપુર જકાતનાકા) એ દંડ ભરવાનો ઇન્કાર કરી પોતાની મોટરસાઇકલ રસ્તા પર ફેંકી દઇ કહ્યું હતું કે પોલીસ ઘડી ઘડી કંઇને કંઇ નવું લઇ આવે છે. જયારે સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે શુભમ સુંદરલાલ લઢા (રહે. સિટીપાર્ક, સન ટાવર નજીક, ભટાર) એ પણ દંડ નથી ભરવાનો એમ કહી લોકોને એક્ઠા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Read Also

Related posts

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva

અમદાવાદની આ હોસ્પિટલમાં શરૂ થશે પ્લાઝમાં બેન્ક, કોરોનાના દર્દીઓની સારવારમાં થશે ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!