GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમિતાભ બચ્ચને એટલો મોટો ભાંગરો વાટ્યો કે અફવા ફેલાતી રોકવા સ્વાસ્થ્ય મંત્રાલયે સામે આવવું પડ્યું

અમિતાભ બચ્ચન

કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કોશિશો છતા કોરોનાનું સંક્રમણ રોકવું મુશ્કેલ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના સયુંક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં 45 નવા દર્દીઓ સામે આવ્યા છે. તેમાં સંક્રમિત ચાર લોકોના મોત પણ થઈ ચુક્યા છે. આ સમયે દેશમાં કોરોના સંક્રમિતના 694 કેસ છે.

16 લોકોના મોત થઈ ચુક્યા છે

આ બધા સંક્રમિતનો ઈલાજ પ્રોટોકોલ પ્રમાણે કરાઈ રહ્યો છે. કુલ કેસમાં 647 લોકો એવા છે ભારતમાં જ રહી રહ્યા છે. તો બીજી તરફ 47 કેસ એવા છે જે વિદેશથી ભારતમાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 16 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સાથે અધિકારીઓએ અમિતાભ બચ્ચનના ટ્વીટમાં કહેલી એ વાતને ખોટી ગણાવી છે કે, માખીઓના કારણે કોરોના ફેલાય છે.

મીડિયાના માધ્યમથી લોકોને અપીલ

અગ્રવાલે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. સરકાર સાથે આખા દેશના લોકોની ફરજ છે એક સાથે મળીને કોરોનાનો સામનો કરે. કોરોના જે જ ગતિએ આગળ વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. પરંતુ આપણે અપેક્ષિત સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે વધુમા્ં ઉમેર્યું કે જો આપણે કોરોનાને પુરી રીતે ખતમ કરવો હશે તો સોશિયલ ડિસ્ટન્સનું કડક પ્રમાણે પાલન કરવું પડશે.

લોકો દુર દુર ઉભા રહીને ખરીદી કરી રહ્યા છે.

ઉદાહરણરૂપે તેમણે જણાવ્યું કે, ઘણી શાક માર્કેટ પર લોકો દુર દુર ઉભા રહીને ખરીદી કરી રહ્યા છે. આવી જ રીતે આપણે દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મેમાં 300 પ્લસ અને જૂનમાં 400 પ્લસની કોરોનાએ પકડી ઝડપ, અમદાવાદ 13 હજારને પાર

Harshad Patel

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!