GSTV
News Trending World

સંસોધન / કોરોનાનો ખાતમો કરવા વૈજ્ઞાનિકોનુ અનોખુ રિસર્ચ, શું ભાંગથી થઈ શકે છે નાબૂદ?

ભાંગ

કોરોનાનો ખાતમો બોલાવવા વૈજ્ઞાનિકો હવે ઉંધા માથે છે. કંઈ કેટલાય રિસર્ચ ચાલી રહ્યા છે. ત્યારે હવે એક અનોખુ તારણ સામે આવ્યુ છે. જી હાં, હવે ભાંગથી ભાગશે કોરોના. કદાચ તમને તેના પર વિશ્વાસ નહીં થાય પરંતુ આ સચ છે.

ભાંગ
gstatic.com

કોરોનાનો ખાતમો કરવા માટે ઘણાં સંશોધન કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમેરિકામાં થયેલા એક રિસર્સમાં સામે આવ્યુ કે, કૈનબિડિઓલ જે ભાંગમાં મળી આવતુ એક સક્રિય તત્વ છે, તે કોરોનાને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે લેબ ટેસ્ટમાં સીબીડીએ આશાજનક પરિણામો બતાવ્યા છે. જો કે, તેમનુ એવુ પણ કહેવુ છે કે, પરિણામ સુધી પહોંચતા પહેલા કેટલાક વધુ ટેસ્ટ કરવા હજી જરૂરી છે. એક રીપોર્ટ પ્રમાણે, વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે, અત્યાર સુધી માનવી પર કોઈપણ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી. અને માનવી પર પરીક્ષણ કર્યા બાદ જ નક્કર પરિણામ સામે આવી શકે તેમ છે.

સંશોધન કરનાર ટીમનું નેતૃત્વ કરનારી શિકાગો વિશ્વવિદ્યાલયની માર્શા રોસનરનું કહેવુ છે કે, લેબ ટેસ્ટના પરિણામ ટ્રાયલ શરૂ કરવા માટે એક મજબૂત આધાર રજૂ કરે છે. જેમણે વધુમા એમ પણ કહ્યુ કે અમારા પરિણામ એ નથી કહેતા કે, સીબીડી બીમાર દર્દી માટે કામ કરશે. અમારા પરિણામ કલિનિકલ ટ્રાયલ માટે એક મજબૂત કેસ તૈયાર કરે તેમ છે. કારણ કે, તેનુ મનુષ્યો પર પરીક્ષણ નથી કરવામાં આવ્યુ. એટલે જ એ ન માનવુ જોઈએ કે, ભાંગનું સેવન કરવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.

કોરોના

સંશોધનમાં સામે આવ્યુ કે, સીબીડીએ વાયરસને કોશિકાઓમાં પ્રવેશ કર્યાના તુરંત કામ શરૂ કર્યુ. સીબીડીએ વાયરસને Inflammatory Protein Interferon પર પ્રભાવનાં માધ્યમથી પોતાની કોપી બનાવવાથી રોક્યા. તેમણે કેટલાક સંક્રમિત ઉંદરો પર જ આ પ્રભાવ જોયો. રોઝનરે જણાવ્યુ કે, અમે અત્યારે નથી જાણતા કે સીબીડી કોવિડને રોકી શકે છે કે નહીં, પરંતુ અમને લાગે છે કે અમારા પરિણામ કિલનિકલ ટ્રાયલ કરવા માટે મજબૂત આધાર આપે છે. જેથી અમે એક કલિનિકલ ટ્રાયલ ઈચ્છીએ છીએ. માર્શા રોઝનરે આગળ એમ પણ કહ્યું કે, અમારા પરિણામો જણાવે છે કે, સીબીડી અને તેના મેટાબોલાઈટ 7-OH-CBD સંક્રમણની શરૂઆત અને પછીના સ્ટેજમાં પણ SARS-CoV-2 ઈન્ફેક્શનને રોકી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સેલ આધારિત તારણ સિવાય, પૂર્વ ક્લિનિકલ ટ્રાયલ્સથી એવી માહિતી સામે આવી કે, સીબીડી ઉપચારે SARS-CoV-2 સંક્રમિત ઉંદરોના ફેફસા અને Nasal Turbinatesમાં વાયરલ ટાઈટર્સને ઓછુ કરી દીધુ હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV