GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દેશમાં કોરોના મહામારીમાં બની બેકાબુ, 1000 મોતનો સમયગાળો ઘટીને 4 દિવસ થયો

દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. દેશમાં કોરોના સંક્રમણનો આંક ધીમે ધીમે અઢી લાખ તરફ ઢળી રહ્યો છે. ભારતમાં 6 જૂન સુધીમાં કોરોના સંક્રમણના કેસો 2.37લાખને પાર થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધી 6649 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 4 દિવસમાં મોતનો આંક 1041 થયો છે. કોરોના મહામારી સતત વધી રહી છે. તેમાં મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી દર હજાર મોત વિશે જોઈએ તો સૌ પ્રથમ 1 હજાર મોત થયા ત્યાં સુધીમાં 48 દિવસ થયા હતા. ભારમતાં 12મી માર્ચે પ્રથમ મોત થયું હતું. 29મી માર્ચે ભારતમાં 1008 લોકોના મોત થયા હતા. જે પછી 10મી મેના વધુ હજાર લોકોના મોત થતાં 2109 લોકોના મોત થયા હતા જે દરમિયાન 11 દિવસ લાગ્યા હતા. 31 મે સુધીમાં 5 હજાર લોકોના મોત થયા હતા. જે દરમિયાન દિવસોનો સમય ગાળો ઘટી રહ્યો છે.

4 દિવસમાં 1000 લોકોના થયા મોત

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કહેવાય છે કે કોરોનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. છતાં કોરોના પણ અનલોક થઈ રહ્યો છે તેવું તેના આંક કહી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક અનુસાર છેલ્લા અઠવાડિયામાં કોરોના મહામારી બેકાબુ બની છે. ભારતમાં પ્રથમ 1000 લોકોના મોત થયા ત્યાં સુધી 48 દિવસનો સમય ગયો હતો. જ્યારે આજે 6 દિવસમાં 1000 લોકોના મોત થઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 8 દિવસમાં જ મોતનો આંક 2 હજાર નજીક રહ્યો છે. 8 દિવસમાં કુલ 1939 લોકોના મોત થયા છે. અર્થાત 6 દિવસનો ગાળો ઘટીને હવે 4 દિવસ પર આવી ગયો છે.

દેશમાં દર 1000 મોતની તવારીખ

તારીખમોતસમયગાળો
12 માર્ચ1
29મી માર્ચ1,00848 દિવસ
10મી મે210911 દિવસ
18 મે30298 દિવસ
25 મે40217 દિવસ
31 મે51646 દિવસ
4 જૂન60754 દિવસ

ચાર રાજ્યોમાં સ્થિતિ વધુ વણસી

દેશમાં સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે. અનલોક સ્થિતિ ચાલુ થતાં જ રસ્તા અને માર્કેટમાં ઉમટી પડયા હતા. જો કે મહારાષ્ટ્રમાં કિલર કોરોનાએ માજા મૂકી હોવાથી આજે ૧૩૯ દરદીએ જીવ ગુમાવ્યો હતો. અને કોરોનાના નવા ૨૪૩૬ કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૮૦,૨૨૯ થઇ છે. મરણાંક વધીને ૨૮૪૯ થઇ ગયો છે. મુંબઇમાં કોરોનાના ન વા ૧૧૫૦ કેસ નોંધાતા અત્યાર સુધી કોરોનાના દરદીની સંખ્યા વધીને ૪૬૦૮૦ થઇ છે. કોરોનાના ૫૪ દરદી મૃત્યુ પામતાં અત્યાર સુધી મુંબઇમાં મરણાંક વધીને ૧૫૧૯ થયો છે. આ સિવાય થાણેમાં ૧૧૮૭૭ દરદી અને પુણેમાં ૧૦૫૧ દરદી નોંધાયા છે
તામિલનાડુમાં પણ 28694 પોઝીટીવ થયા છે. દિલ્લીમાં પણ આંક 25 હજારને પાર થઈ ચૂક્ોય છે. દિલ્લીમાં અત્યાર સુધી 26334 પોઝીટીવ નોંધાયા છે. ગુજરાતમાં પણ આંક 19 હજારને પાર થયો છે. ગુજરાતમાં હજુ પણ 4918 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં મોતનો આંક પણ 1200 નજીક પહોંચી ગયો છે. રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણનો આંક 10 હજારને પાર થયો છે. તો ઉત્તર પ્રદેશમાં 10 હજાર નજીક આંક પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

દેશમાં એકવાર નહીં પરંતુ 3 વાર નાપાસ થયા છે મોદી, રાહુલ ગાંધીએ શેર કર્યો આ વીડિયો

pratik shah

ભારતીય રેલ્વેના સમયપત્રકમાં થશે મોટો ફેરફાર, મુસાફરોને થશે આ મુખ્ય ફાયદો

Harshad Patel

LAC પર બેકફૂટ આવ્યું ચીન, 62 ચોકી અને પોસ્ટ હટાવી દીધી છતાં ભારતીય સેના છે હાઈએલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!