GSTV

Corona Effect: ડોલર સામે રૂપિયો ગગડીયો, અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ

Corona Effect

Last Updated on March 19, 2020 by Arohi

કોરોનાની અસર(Corona Effect) શેરબજાર (Share Market)ની સાથે સાથે રૂપિયા પર પણ પડી છે. રૂપિયામાં આજે ભારે નબળાઈ જોવા મળી હતી અને પહેલી વખત ડોલરની સામે રૂપિયો 75ની સપાટી પર પહોંચી ગયો હતો. કોરોનાની અર્થતંત્ર પર પડનારી સંભવિત અસરના કારણે શેરબજારમાં રોકાણકારોની વેચવાળીની અસર રૂપિયા પર પણ જોવા મળી હતી. આજે ઈન્ટરનેશનલ મોનેટરી માર્કેટમાં રૂપિયો સવારે 70 પૈસા પડ્યો હતો અને 74.96ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારે ડોલર સામે રુપિયો 74.26 પર બંધ થયો હતો.

Corona Effect

કેટલાક જાણકારોનુ માનવુ છે કે, રૂપિયામાં હજી પણ ધોવાણ થઈ શકે છે. કારણકે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. રૂપિયો નબળો પડવાના કારણે ભારત માટે ક્રુડ ઓઈલ મોંઘુ બની શકે છે. વિદેશ યાત્રાઓ પર જનારાને પણ વધારે પૈસા ચુકવવાનો વારો આવી શકે છે અને બહારથી આવનારી પ્રોડક્ટસ મોંઘી થઈ શકે છે.

Read Also

Related posts

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

Bansari

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!