GSTV

સ્કૂલ રીઓપન / આટલા રાજયમાં 1 ફેબ્રુઆરીથી ખુલી રહી છે સ્કૂલો, જાણો સમગ્ર માહિતી

શાળા

Last Updated on January 31, 2021 by Mansi Patel

દેશમાં કોરોના સંક્રમણ ઓછા થવાની વચ્ચે હવે સ્કૂલો ખુલવાની તૈયારીમાં છે. કેટલાક રાજયો 10 અને 12 ધોરણો માટે સ્કૂલો ખોલી રહ્યા છે જેથી આગામી બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની તૈયારી પુરી થઈ શકે. કલાસીસ કોરોના સંબંધિત સાવધાનીઓ સાથે જ ખુલશે. સ્ટાફ અને વિદ્યાર્થીઓએ નિયમોનુ કડકરીતે પાલન કરવું પડશે. વિદ્યાર્થીઓ ફક્ત માતાપિતાના સ્વીકૃતિ પત્રથી જ શાળામાં પ્રવેશ કરી શકશે.

ગુજરાત સ્કૂલ રીઓપન

રાજયમાં ધોરણ 9 અને 11નો ઑફલાઈન અભ્યાસ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે પહેલા રાજયએ 11 જાન્યુઆરીથી 10 અને 12 ધોરણના વર્ગો માટે સ્કૂલો ખોલી છે.

હરિયાણા સ્કૂલ રીઓપન

સ્કૂલ શિક્ષા વિભાગ દ્વારા જારી કરેલા આદેસ અનુસાર હરિયાણામાં ધોરણ 6 થી 8ની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ફરીથી ખુલશે. ધોરણ 6 થી 8ની સ્કૂલનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા વચ્ચે હશે. જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા માંગે છે તેને સ્કૂલ આવવુ ફરજીયાત નથી.

મહારાષ્ટ્ર સ્કૂલ રીઓપન

મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં સ્કૂલ 1 ફેબ્રુઆરીથી ખોલવામાં આવી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને 5થી 8 ધોરણ સુધીની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ખોલવાની મંજુરી આપી છે.

પંજાબ સ્કૂલ રીઓપન

રાજય સરકારની મંજુરી બાદ તમામ સરકારી, સહાયતા પ્રપ્ત અને ખાનગી સ્કૂલો 1 ફેબ્રુઆરીથી વર્ગ 1 અને 2 તેમજ પ્રી-પ્રાઈમરી કલાસીસ માટે ફરીથી ખુલવાની તૈયારીમાં છે.

આંધ્રપ્રદેશ સ્કૂલ રીઓપન

આંધ્રપ્રદેશ સરકારે 01 ફેબ્રુઆરીથી 1 થી 5 ના વર્ગ શરૂ કરવાની મંજૂરી આપી છે. માર્ગદર્શિકા મુજબ, દરેક વિભાગમાં ફક્ત 20 વિદ્યાર્થીઓ હોવા જોઇએ.

તેલંગાણા સ્કૂલ રીઓપન

રાજ્યમાં 01 ફેબ્રુઆરીથી 9 થી 12 વર્ગની શાળાઓ ખોલવામાં આવી રહી છે. આ અગાઉ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટના કોર્ષ માટે કૉલેજોમાં કલાસ 01 ફેબ્રુઆરીથી શરી કરવાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!