GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Corona Effect: ડોલરના મુકાબલે ગગડ્યો રૂપિયો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે

Corona

દેશમાં કોરોના વાયરસના મામલા વધવા અને શેરબજાર નબળુ થવાના વચ્ચે બુધવારે રૂપિયો 70 પૈસા તૂટીને 76.34 પ્રતિ ડોલરના પોતાના સર્વોચ્ચ નિચલા સ્તર પર બંધ થયો. એવી અટકળો છે કે સરકાર 21 દિવસના લોકડાઉનની અવધિને 14 એપ્રિલથી આગળ વધારી શકે છે. ફોરેક્સ ડીલરોએ જણાવ્યું કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી અને અમેરિકી ડોલર ઈન્ડેક્સ મજબૂત થવાના કારણે રૂપિયાની ધારણા પર અસર પડી. વેપારીઓનું કહેવુ છે કે કોરોના વાયરસની દેશ દુનિયાની અર્થવ્યવસ્થા પર પડનાર અસરને લઈને રોકાણની ધારણા નબળી છે.

સરકારી બોન્ડ અને કોલ મની બજારમાં વ્યાપારનો સમય ઘટાડવામાં આવ્યો

ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 75.83 પ્રતિ ડોલર પર નબળો ખુલ્યો. ત્યાર બાદ તેમાં ઘટાડો આવ્યો. અંતમાં રૂપિયા 70 પૈસાના મોટા કડાકા સાથે 76.34 પ્રતિ ડોલર પર બંધ થયો. મંગળવારે રૂપિયો 75.64 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. કોરોના વાયરસના કારણે રિઝર્વ બેન્કે 7-17 એપ્રિલ સુધી વિદેશી મુદ્રાઓ, સરકારી બોન્ડ અને કોલ મની બજારમાં વ્યાપારનો સમય ઘટાડીને સવારે 10થી બપોરના બે વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે.

અન્ય એશિયાઈ મુદ્રાઓના કારણે રૂપિયામાં કડાકો

એચડીએફસી સિક્યોરિટીઝના પ્રમુખ-પરામર્શ દેવર્ષ વકીલે જણાવ્યું કે અન્ય એશિયાઈ મુદ્રાઓના કારણે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયામાં જોરદાર કડાકો થયો છે. આ ઉપરાંત ડોલર ઈન્ડેક્સ ઉંચી થવાથી પણ રૂપિયાની ધારણા પ્રભાવિત થઈ. છ મુદ્રાઓની તુલનામાં ડોલરની મજબૂતીના સંકેત આપનાર ડોલર ઈન્ડેક્સ 0.25 ટકાના વધારા સાથે 100.15 પર પહોંચી ગયો.

Read Also

Related posts

આ અઠવાડિયે પેટ્રોલ-ડિઝલ મોંઘું થઈ શકે છેઃ અમદાવાદમાં આજે કેટલો ભાવ છે જાણો

Bansari

અમદાવાદ: મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah

ઘરનું ભાડુ ચુકવવાના રૂપિયા ન હતાં, આજે 800 કરોડની માલિક છે આ મહિલા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!