GSTV

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

કોરોનાની મહામારીના કારણે ભારતમાં એજ્યુકેશન સેક્ટરમાં બહુ મોટુ નુકસાન થયુ છે. દેશભરમાં કેજીથી લઈને 12 ધોરણ સુધીના 1000થી વધુ શાળાઓ વેચાય જવા માટે તૈયાર છે. આગામી બેથી ત્રણ વર્ષમાં તેને વેચીને લગભગ 7500 કરોડ રૂપિયા ઉભા થઈ શકે છે.

ઓછી ફીવાળી સ્કૂલોની હાલત સૌથી ખરાબ

એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અગ્રણી કંપની સેરેસ્ટ્રી વેંચર્સ તરફથી એકઠા કરાયેલા આંકડામાં જણાવે છે કે, વેચાણ માટે રખાયેલી સૌથી મોટી શાળાઓમાં વાર્ષિક 50 હજાર રૂપિયા ફી લેનારી છે. જે અંતર્ગત ભારતમાં લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ આ જ ફિ સ્લેબવાળી શાળાઓમાં ભણે છે.

અનેક રાજ્યો એવા છે, જ્યાં ફી વસૂલીને લઈને મર્યાદા નક્કી કરી દીધી છે, જેના કારણે પ્રાઈવેટ સ્કૂલોવાળાની હાલત ખરાબ થઈ ગઈ છે. એક મોટી એવી સ્કૂલ ચેન છે, જ્યાં સ્ટાફની સેલેરીમાં 50 ટકાનો કાપ મુકાયો છે. ભવિષ્યમાં કેવી સ્થિતીઓ આવશે, તેની ચિંતામાં શાળાઓમાં ફંડીગનો પણ પ્રોબ્લેમ આવી શકે છે. આ જ કારણે શાળાઓની ચિંતાઓ વધી ગઈ છે.

મોટી સ્કૂલ ચેઈન પણ દબાણમાં છે !

યુરોકિડ્સ ઈન્ટરનેશનલની દેશભરમાં 30થી વધારે શાળાઓ છે. આ સ્કૂલ ચેન પણ આ ધંધામાં નિકળી જવાની ફિરાકમાં છે. યુરોકિડ્સ ઈન્ટરનેશનલના કો ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ પ્રજોધ રાજન કહે છે કે, કેટલીય વાર આ સ્કૂલોના પોતાના પ્રમોટરો અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણના કારણે ઝટકા લાગ્યા છે. તેમના બીજા ધંધાને ઈફેક્ટ થતાં તેની માઠી અસર શાળાઓને ભોગવવી પડે છે.

શું વધી જશે શાળાઓની ફી

ત્યારે આવા સમયે સવાલ એ ઊભો થાય છે કે, સ્કૂલોના વેચાણથી શાળાઓની ફી વધી જશે. રાજન કહે છે કે, મને નથી લાગતુ કે, કોઈ પણ સ્કૂલને ફરી વાર શરૂ કરવામાં વધુ સમય અને ખર્ચો આવી શકે છે, પણ આ સેક્ટરમાં કામ કરતા દરેક વ્યક્તિ વિદ્યાર્થી પ્રત્યે સંવદનશીલ હોય છે. મને નથી લાગતુ ફી સ્ટ્રક્ચર એક મર્યાદાથી આગળ વધી શકે છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!