GSTV

કોરોના ઈફેક્ટ : એસટીની આવકમાં ધરખમ ઘટાડો, બસોનું સંચાલન 64 ટકા ઘટયું

એસટી

Last Updated on June 12, 2020 by Bansari

કોરોનાની મહામારીએ છેલ્લા ત્રણેક માસથી કાળો કેર વર્તાવ્યો છે. જેના કારણે એસ.ટી. બસનો પૈડા બે માસ સુધી થંભી ગયા બાદ ૨૦ દિવસથી એસ.ટી.ની ગાડી પાટે ચડી રહી છે. કોરોના ઈફેક્ટને કારણે ભાવનગર એસ.ટી. ડિવિઝનમાં બસોનું સંચાલન ૬૪ ટકા ઘટી ગયું છે. કિલોમીટર પ્રમાણે હાલ માત્ર ૩૬ ટકા જ ઓપરેશન ચાલી રહ્યા છે.

Lockdown

142 શિડ્યુલ ગોઠવાયા

એસ.ટી.ના સત્તાવાર સૂત્રો પાસેથી ઉપલબ્ધ વિગત અનુસાર લોકડાઉનને કારણે બંધ કરાયેલી એસ.ટી. બસની સેવાઓને ૨૦મી મેથી પુનઃ શરૂ કરાઈ છે. જો કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી નિગમે આપેલા દિશાનિર્દેશ અનુસાર ભાવનગર ડિવિઝન દ્વારા આજના તબક્કે ૧૪૨ શિડયૂલ ગોઠવવામાં આવ્યા છે.

64 ટકા સંચાલન ઘટ્યુ

૧૪૨ શિડયૂલમાં ૪૩૨ બસની ટ્રીપ અને ૫૭,૪૧૨ કિલોમીટરની દરરોજ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે લોકડાઉન પહેલાના થતા બસના ઓપરેશનની તુલનામાં માત્ર ૩૬ ટકા જ છે. એસ.ટી. દ્વારા જે રૂટો પર બસ ચલાવાઈ રહી છે, તે તમામ બસોમાં નિયત કરેલી સંખ્યા મુજબ જ પેસેન્જરનો સમાવેશ કરવામાં આવતો હોવાથી તેમજ ૬૪ ટકા સંચાલન ઘટયું હોવાના કારણે વિભાગને આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

Read Also

Related posts

અકસ્માત/ મોટર સાઈકલને ટ્રક ચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે જ પત્નીનું મોત, આ દ્રશ્યો જોઇને કમકમી ઉઠશો

Dhruv Brahmbhatt

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt

વાતાવરણ પલટાશે/ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, અનેક જિલ્લાઓમાં હજુ આટલા દિવસ માવઠાની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!