GSTV

ગણતરીની મીનિટોમાં રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, કોરોનાએ બજારમાં હાહાકાર મચાવ્યો

corona

ચીનના કોરોના વાઇરસે દુનિયાભરના અર્થતંત્રની સાથોસાથ ભારતીય શૅરબજારને પણ અસર કરી હતી. આજે શુક્રવારે સવારે 1200 પોઇન્ટના કડાકા સાથે બજાર ખુલ્યું હતું. ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 4,00,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ગયા વર્ષના ઓક્ટોબરની 17મી પછી આ સૌથી મોટો કડાકો હતો. સેન્સેક્સ 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા જેટલો તૂટ્યો હતો. નીફ્ટી 312 એટલે કે 2.68 ટકા તૂટ્યો હતો. કોરોના વાઇરસે દુનિયાભરમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું. ગુરૂવારે ડાઉ જોન્સમાં 900 પોઇન્ટનો કડાકો બોલ્યો એની અસર આજે શુક્રવારે ભારતીય શૅરબજાર પર દેખાઇ હતી.

ન્યુયોર્ક શેર બજારને પગલે એશિયાઇ બજારોમાં કડાકો

27 ફેબ્રુઆરી ન્યુયોર્ક શેર બજારમાં 1191 પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગઇ હતો. જે ઇતિહાસમાં ચોથા ક્રમનો મોટો કડાકો છે. બીજી તરફ નાસડેક 414 પોઇન્ટ તુટ્યો હતો. આ અહેવાલોને પગલે એશિયા બજારોમાં ધોવાણ ચાલું છે. સિંગાપુર નિફ્ટીમાં 370 પોઇન્ટનું ગાબડુ, જાપાનના નીક્કી ઇન્ડિક્સમાં 805 પોઇન્ટનું ગાબડુ, હોંગકોંગમાં 756 પોઇન્ટનું ગાબડુ, ઇન્ડોનેસિયામાં 283, સિંગાપુરમાં 93, તાઇવાનમાં 141, ચીનમાં 87, દક્ષિણ કોરિયામાં 68 પોઇન્ટના ગાબડા નોંધાયા હતા.

એમેરિકી બજારમાં ઔતિહાસિક કડાકો

કોરોના વાયરસના કારણે ગ્લોબલી શેર બજારની હાલત પણ ખરાબ છે. અમેરિકાના ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ ગુરુવારે 1,190.95 અંક કડાકા સાથે બંધ થયું હતું. આ ડાઉન જોન્સના ઈતિહાસમાં સૌથી મોટો કડાકો છે. ત્યાં જ એશિયાઈ બજારોમાં ચીનના શંઘાઈ કંપોજિટ, હોંગકોંગના હૈંગસેંગ, દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કીમાં ચાર ટકાનો ઘટાડો ચાલી રહ્યો હતો. તેની સાથે જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના વેચાણ ચાલુ રહેવાના કારણે પણ બજાર પર દબાવ છે. આંકડાના અનુસાર ગુરુવારે એફપીઆઈએ 3,127.36 કરોડ રૂપિયાની શુદ્ધ શેલ કરી.

આ સપ્તાહમાં શેરબજાર આશરે 2500 પોઇન્ટ ગગડ્યું

ભારતીય શેરબજારમાં આ સપ્તાહના પાંચેય દિવસ સતત મંદીમય વલણ રહ્યું છે. ગત 24મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં આશરે 2500 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.

Read Also

Related posts

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, કોરોના કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

Corona ઇફેક્ટ: આ ઇન્શ્યોરન્સ કંપની FREEમાં આપી રહી છે 5 લાખનું એક્સ્ટ્રા કવર, નહીં આપવો પડે કોઇ ચાર્જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!