GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રેકોર્ડ સ્તરે પહોંચ્યું સોનું, Coronaને કારણે આર્થિક મંદીમાં લોકોને સોનામાં રસ

corona

સેન્સેક્સમાં આજે થઈ રહેલા વિશાળ કારોબારમાં અપડાઉનની અસર વૈશ્વિક તેજીની સીધી અસર સોના-ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહી છે. વિદેશી બજારોમાં મજબૂત સંકેતો સાથે, વાયદા બજારમાં સોનાના ભાવ ફરી મંગળવારે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સોના અને ચાંદીમાં મજબૂત વૈશ્વિક સંકેતોથી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત પાંચમા દિવસે સોનામાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર સોનાની કિંમત સાત વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે.

આજે સોનાએ કર્યો આ કારોબાર

મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર સોનામાં શરૂઆતના કારોબાર દરમિયાન સવારે માર્કેટ રૂ. 1515 અર્થાત 3.47 ટકા તેજી સાથે ખુલી ને 10 ગ્રામ દીઠ રૂ .45,724 પર પહોંચી ગયો હતો. જ્યારેસોનાનો ભાવ જૂન અનુબંધમાં સવારે નવ વાગ્યે 4,400 રૃપિયા ખુલી 45724 રૃપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યો હતો.

corona

નિષ્ણાંતોનું કહેવું છે કે વિદેશી બજારોના મજબૂત સંકેતોને પગલે સ્થાનિક બજારમાં સોનાની ચાલ જોવા મળી છે. તેમણે કહ્યું હતું કે આર્થિક મંદીના ડરથી રોકાણકારો મોંઘા ધાતુઓમાં રસ ધરાવતા હોવાથી સોનાના ભાવમાં વધુ વધારો થશે. મે મહિનામાં, એમસીએક્સ પર ચાંદી અગાઉના સત્રની તુલનામાં રૂ .2052 વધીને રૂ. 43,275 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. જ્યારે એના પહેલા ભાવ 42871 રૂપિયા ખુલીને 43532 રૃપિયા પ્રતિ કિલો ઉછળ્યો હતો.

દરમિયાન, મંગળવારે આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમિક્સ પર સોનાના ભાવ વધીને 1,742.20 ડોલર થઈ ગયા છે, જે 18 ઓક્ટોબર પછીનો ઉચ્ચતમ સ્તર છે જ્યારે કોમિક્સ પર સોનું વધીને 1,749.10 ડોલર પ્રતિ ઔંશ ઉછળ્યું હતું.  જણાવી દઈએ કે એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગે ગત સપ્તાહે શુક્રવારે 0.70 ટકા વધીને 9,78.99 ટન થયું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઊંચું સ્તર છે. તેમણે કહ્યું કે ફંડામેન્ટલ્સ બુલિયનમાં મજબૂત છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!