GSTV

કોરોના : ડોક્ટર્સની સાફ મનાઈ, આ દવા બિલ્કુલ ન લો કારણ કે એ દર્દી માટે નહીં પણ…

Corona

સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે ન માત્ર કરફ્યૂં અને લોકડાઉન સંબંધિત ક્વોરન્ટાઈન કરવાના નિર્ણયો લઈ રહી છે, પણ ધંધાર્થી નિર્ણયો પણ લઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્રારા કહેવામાં આવ્યું કે, રાજ્યોને કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સમયે ઈ-કોમર્સનો વ્યાપ વધારવામાં આવે જેથી સામાનની હોમ ડિલેવરી થઈ શકે અને લોકોને ઘરની બહાર ન નીકળવું પડે. જેનાથી કોરોનાના સંક્રમણને રોકવામાં મદદ મળશે.

જન સંપર્કને ઓછું કરવા

ઈ-કોમર્સમાં વૃદ્ધિ કરવા માટે આજે ગૃહ સચિવ અને રાજ્યોના સચિવોની બેઠક મળી હતી. રિપોર્ટ પ્રમાણે ઈ-કોમર્સ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તેમની સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે. સરકારનું કહેવું છે કે કોઈ પણ રીતે ઓછામાં ઓછા લોકો સંપર્કમાં આવશે.

આ જગ્યાઓ કામ કરશે

આ મુદ્દા પર મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના મંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ઈ-કોમર્સની વૃદ્ધી માટે તાત્કાલિક પગલાં ઉઠાવે. કેન્દ્ર અને રાજ્યોના જિલ્લા પ્રશાસનને કહેવામાં આવ્યું કે, જરૂરી વસ્તુઓ, ખાવાપીવાની વસ્તુઓ અને દવાની દુકાનો કામ કરતી રહેશે.

12,000 ટેસ્ટ રોજ કરવાની ક્ષમતા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા કહેવામાં આવ્યું છે કે, 118 લેબમાં હવે 12,000 ટેસ્ટ રોજ કરવાની તૈયારી છે. લવ અગ્રવાલ દ્રારા કહેવામાં આવ્યું કે હવે 29 અંગત લેબ પણ છે. જે 16000 કલેક્શન સેન્ટરની સાથે કામ કરશે. તેમણે કહ્યું કે, આ સેમ્પલ કલેક્શન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી રહ્યું છે.

હાઈડ્રો ક્લોરોક્વીનનો ઉપયોગ ન કરો

લવ અગ્રવાલે કહ્યું કે, લોકો હાઈડ્રો ક્લોરોક્વીન નામની દવાનો ઉપયોગ ન કરે. આ દવાની સાઈડ ઈફેક્ટ છે. અમે કોઈ પણ વ્યક્તિને આ દવા ન લેવાનું કહ્યું છે. આ દવા માત્ર એમના માટે છે જેઓ ચિકિત્સા ક્ષેત્રની સાથે જોડાયેલા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આ દવાઓ ન લે.

READ ALSO

Related posts

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!