GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં Coronaથી સાજા થનારા લોકોની સંખ્યા વધી, 1185 દર્દીઓ સામે 1329 થયા સાજા, 11નાં મોત

કોરોના

રાજ્યમાં corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં corona વાયરસના 1185 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1329 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Covid-19ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચી ગયો છે. તો હાલમાં 86 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,37,870 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 52,16,885 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,64,923 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,66,474 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 249 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

 • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1185
 • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 156283
 • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 11
 • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1329
 • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,37,870
 • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,804

સતત ચોથા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ જેમાં સૌથી વધુ સુરતમાં 281 કેસ, અમદાવાદમાં 180 કેસ, રાજકોટમાં 118 કેસ, વડોદરામાં 181 કેસ, જામનગરમાં 94 કેસ, ગાંધીનગરમાં 39 કેસ, જૂનાગઢમાં 41 કેસ, મહેસાણામાં 61 કેસ, અમરેલીમાં 28 કેસ, ભરૂચમાં 20 કેસ, સુરેન્દ્રનગરમાં 16 કેસ, કચ્છમાં 51 કેસ અને ભાવનગરમાં 25 કેસ નોંધાયા

PMનાં આગમન પહેલાં કેવડિયાને Corona મુક્ત કરવા તૈયારીઓ

પીએમ મોદીના આગમન પહેલા કેવડિયાને Corona મુક્ત કરવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી આઠ દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે.  કેવડિયાની આસપાસ આવેલા 6 ગામના લોકોના 20થી 28મી ઓક્ટોબર સુધીમાં ટેસ્ટિંગ કરાશે. જેથી નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે 5 હજાર કીટની માગ સરકાર પાસે કરી છે. તો બીજી તરફ રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. 31મી ઓક્ટોબરે સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા અન્ય કર્મીઓ હાજર રહેવાના છે. જેથી તંત્ર દ્વારા ટેસ્ટની તૈયારીઓ શરૂ કરાઈ છે.  તમામ લોકોના કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે. જેના માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટીમો બનાવી છે. પીએમ મોદી કેવડિયામાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તેઓ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે ઉતરવાના છે. આ સાથે રાજ્યનો પ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થવાનો છે.

નવરાત્રિને લઈને જાહેર કરાઈ ગાઈડલાઈન

રાજ્યમાં આ વર્ષ Coronaના કહેરના કારણે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. તો બીજી તરફ જો તમારે તમારી સોસાયટીમાં આરતી કરવી હશે તો પણ ફરજીયાત પોલીસની પરમીશન લેવી પડશે. પૂજા અને આરતી માટે એક કલાકનો સમય ફાળવવામા આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરતીના સમયે સોસાયટીમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેને લઈને આરતી કરવાના સ્થળ પર 6-6 ફૂટના અંતરે માર્કિગ કરીને લોકોને ઉભા રહેવાનું રહેશે જેથી સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય. આજે અમદાવાદમાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેને પગલે હવે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીએ આ મામલે પરમીશન લેવી પડશે.

જાહેર થઈ આ ગાઈડલાઈન

 • કંટેંનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારનું આયોજન થશે નહિ
 • સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી જરૂરી.
 • બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે.
 • પૂજા આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે.
 • પૂજા કે આરતી દરમિયાન મૂર્તિ અને ફોટા ને સ્પર્શ નહી કરી શકાય.
 • ખુલ્લો પ્રસાદ આપી શકાશે નહી , પેકેટ માં પેકજ પ્રસાદ આપવો પડશે.
 • પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી
 • થર્મલ સ્કેનીગ, અને ઑક્સીમીટર રાખવું પડશે.
 • જાહેરમાં પાન મસાલાનું સેવન કરી શકાશે નથી.
 • નાના બાળકો અને વૃદ્ધો હાજર ન રહે તે જરૂરી…
 • મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી.
 • રાવણ દહન, અને સ્નેહ મિલન કરી શકાશે નહી.
 • આરતી અને પૂજામાં ઊભા રહેવા માટે ફૂટ પ્રિન્ટ અથવા તો રાઉન્ડ કરવા જરૂરી રહશે…
 • નવરાત્રિ ને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ.
 • નવરાત્રિમાં 200 થઈ વધુને એકઠા ન થવું.
 • સોશિયલ ડિસ્ટસિંગ સાથે આરતી કરવી.
 • દશેરાએ રાવણ દહન અને ગરબા કરવામાં આવશે નહી.
 • શેરી ગરબા માટે સ્થાનીક પોલીસ ની મંજુરી લેવી જરૂરી.
 • હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
 • સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
 • 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.
 • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.

અમદાવાદમાં નવરાત્રિને લઈ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

અમદાવાદમાં નવરાત્રિને લઈ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સ્પેશિયલ બ્રાંચના એડિશનલ કમિશન પ્રેમવીરસિંહે જણાવ્યું કે નવરાત્રિમાં એક જગ્યાએ 200થી વધુ ભેગા નહીં થઈ શકે. સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરવાની રહેશે. તો આ વર્ષે રાવણ દહન અને ગરબાનું આયોજન કરી નહીં શકાય. પૂજા-આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે. મૂર્તિ કે ફોટાને સ્પર્શ નહીં કરી શકાય.

READ ALSO

Related posts

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

Zainul Ansari
GSTV