GSTV

કોરોના ડાયેટ પ્લાન / કોરોના વાઇરસથી જંગ જીતવા માટે અપનાવો આ ડાયેટ પ્લાન, કેન્દ્રએ આપી સલાહ

Last Updated on May 10, 2021 by Bansari

હાલ દેશમાં કરોડો લોકો કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યા છે. દરેક વ્યક્તિ કોઇને કોઇ ક રીતે આ વાઇરસ સામે લડી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોરોનાના દર્દીઓ માટે નવો ડાયેટ પ્લાન જારી કર્યો છે. તેનાથી તેમને જલદી સાજા થવામાં મદદ મળી શકે છે.

કોરોનાથી સાજા થવા માટે આ વસ્તુઓ આરોગો

કોરોના વાઇરસ સંક્રમણ અલગ અલગ રીતે અસર કરી રહ્યું છે. જો તમે તેનો સામનો કરી રહ્યા છો અને હોમ આઇસોલેશનમાં રહી રિકવર થઇ રહ્યા છો, તો તમારી ડાયેટનો ધ્યાન રાખો. કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા ડાયેટ પ્લાન તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.

સૂકા મેવાથી મળશે રાહત

નવા ડાયેટ પ્લાન મુજબ કોરોનાના દર્દીઓને તેમના દિવસની શરૂઆત ભીના બદામ અને સૂકી દ્વાક્ષથી કરવી જોઇએ. બદામ પ્રોટીન અને આયરનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો.

ફાઇબર ડાયેટથી જલદી સાજા થશો

કોરોના સંક્રમણ સામે લડી રહેલા અને તાજેતરમાં જ સાજા થયેલા દર્દીઓને સવારના નાસ્તામાં રાગી ડોસા અથવા 1 બાઉલ ડલિયા આરોગવું જોઇએ. તેનાથી તેમને ફાઇબર યુક્ત ડાઇટ મળી શકશે. આ ડાઇજેશન અને ઇમ્યુનિટી માટે ખૂબ જ જરૂરી છે.

ગોળ અને ઘીથી વધશે ઇમ્યુનિટી

લંચ દરમિયાન અથવા બાદમાં ગોળ અને ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. તમે ઇચ્છો તો રોટી સાથે પણ તેનું સેવન કરી શકો છે. તેના સેવનથી શરીર અંદરથી ગરમ રહે છે. સાથે જ તે ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ્સ પણ છે.

ડિનરમાં ખિચડી ખાઓ

કોરોના દર્દી અને સાજા થયેલા લોકોને થોડા સમય માટે લાઇટ ભોજન લેવું જોઇએ. ડિનરમાં ખિચડી ખાવી એક સારો વિકલ્પ છે. તેનાથી અપચો અને ડાયરિયા જેવી પરેશાનીમાં પણ રાહત મળશે.

પોતાને હાઇડ્રેટ રાખવું જરૂરી

કોરોનાકાળમાં પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે દિવસભરમાં અનેક લિટર સાદા પાણી પીવાની સાથે જ લીંબુ પાણી અને છાશ જેવી વસ્તુઓનું સેવન જરૂર કરો. તેનાથી ઇમ્યુનિટી સારી રહેશે અને ઓર્ગન્સ પણ સારી રીતે કામ કરશે.

ઇંડામાંથી પ્રોટીન મળશે

કોરોના વાઇરસ સંક્રમણ શરીરને નબળું કરી દે છે. તમારી મસલ્સની સારી રિકવરી માટે પ્રોટીન ડાઇટ લો. તેના માટે ચિકન, ફિશ, ઇંડા, પનીર અને સોયાબિન જેવી વસ્તુ આરોગવાની સલાહ આપવામાં આવે છે.

હાડકા

હળદરવાળા દૂધથી ઝડપી રિકવરી થશે

ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે હળદરવાળા દૂધનું સેવન કરો. તેમાં હાજર એન્ટીબાયોટિક તત્વ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Read Also

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!