GSTV
Corona Virus India News Trending

કેજરીવાલે કોરોના સામે એવું કયુ બ્રહ્માસ્ત્ર વાપર્યું કે છેલ્લા ચાર દિવસમાં રિકવરી થનારા દર્દીઓનો દર 3થી વધી 28 ટકા થઈ ગયો

દેશમાં કોરોના સંકટ વચ્ચે રાજધાની દિલ્લીથી સારા સમાચાર આવી રહ્યા છે. દિલ્લીમાં કોરોના દર્દીઓનીસંખ્યા ભલે વધી રહી હોય પરંતુ આ વચ્ચે રાહતના એ સમાચાર આવી રહ્યા છે કે દિલ્લીમાં સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિલ્લીમાં બુધવારે સવાર સુધી 2186 કેસ હતા એમાં 611 લોકો અર્થાત 28 ટકા લોકો સાજા થયા છે. આ વાતની જાણકારી દિલ્લી આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યા છે.

3થી વધીને 28 ટકાએ પહોંચ્યો રિકવરી દર

સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે બુધવાર સુધી દિલ્લીમાં કોરોનાના 2186 કેસ સામે આવ્યા હતા. એમાં મંગળવારે 75 નવા કેસ હતા. કુલ કેસમાંથી 611 લોકો સાજા થયા છે. હાલમાં 27 લોકો આઈસીયુમાં અને 5 વેન્ટિલેટર પર છે. છેલ્લા 4 દિવસમાં રોજ દિલ્લીમાં કોરોના દર્દીઓની રિકવરી દર વધ્યો છે. દિલ્લીમાં હવે રીકવરી દર સતત 3થી વધીને 28 ટકા સુધી થઈ ગયો છે. દેશમાં મંગળવારે કુલ રિકવર થયેલા કેસોમાં 21.55 ટકા રહ્યો. જ્યારે દિલ્લીમાં એનાથી 6 ટકા વધારે રિકવરી દર રહ્યો છએ. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 75 નવા કેસ આવ્યા છે પરંતુ તેનાથી ડબલ કરતાં પણ વધારે લોકો છેલ્લા 24 કલાકમાં સાજાથઈને પોતાને ઘરે પહોંચ્યા છે.

ચાર દિવસમાં 538 સાજા

દિલ્લીમાં કુલ રિકવર થનારા દર્દીઓની સંખ્યા 611 પર પહોંચી છે. મંગળવારે સૌથી વધારે 180 લોકો સાજા થયા છે. જે દિલ્લી માટે ખૂબ જ સારી ખબર છે. આનાથી હોસ્પિટલોમાં પ્રેશર પણ ઓછું થયું છે. છેલ્લા ચાર દિવસમાં સાજા થનારની સંખ્યા 538 પર પહોંચી છે. 18 એપ્રિલે 134 લોકો, 19 એપ્રિલે 83 લોકો, 20 એપ્રિલે 141 લોકો અને સૌથી વધારે 21 એપ્રિલે 180 લોકો સાજા થયા છે. મંગળવાર સુધી દિલ્લીમાં 1498 કેસ હતા. તેમાં 513 દર્દીઓની સારવાર જુદી જુદી હોસ્પિટલોમાં થઈ રહી છે. જ્યારે 772 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હજુ દિલ્લીમાં 11074 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.

READ ALSO

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV