GSTV

દેશમાં 40 હજાર લોકોના કોરોનાને કારણે થયા મોત, સંક્રમણની ગતિ 20 લાખની નજીક

દેશમાં કોરોના સંક્રમણનો આંક 19 લાખને પાર થયો છે તો સાથે સાથે 40 હજારથી વધુ લોકોના જીવ પણ કોરોનાથી ગયા છે. દેશમાં કોરોના સંક્રમણના સકત નવા નવા કેસો વધી રહ્યા છે. દેશમાં 29 જુલાઈ બાદ સંક્રમણના કેસો 50 હજારથી નીચે આંક આવ્યો નથી. છેલ્લા સપ્તાહમાં 3.75 લાખ જેટલા નવા પોઝીટીવ કેસ સાથે દેશમાં કુલ સંક્રમણનો આંક 19.21 લાખને પાર થઈ ગયો છે.

દેશમાં કોરોનાને મ્હાત આપી 12.92 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા

દેશમાં સંક્રમણના આંકે માઝા મુકી છે. વિશ્વમાં અમેરિકા બ્રાઝિલ જેવા દેશોને પાછળ રાખીને ભારતમાં નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાને મ્હાત આપી 12.92 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. તો 5.88 લાખથી વધુ લોકોમાં હાલ કોરોના એક્ટિવ છે.

મહારાષ્ટ્રમાં 16 હજારથી વધુ લોકોના થયા મોત

દેશમાં સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્રમાં જ 4.58 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સૌથી વધુ મોતની સંખ્યા પણ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 16142 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણના વધુ 5175 નવા કેસ નોંધાતા કુલ આંક 2.73 લાખને પાર થયો છે. તામિલનાડુમાં 4461 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તામિલનાડુમાં ચેન્નઈમાં સંક્રમણનો આંક 1 લાખને પાર થઈ ચૂક્યો છે.

દિલ્હીમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 4 હજારથી વધુ

દિલ્હીમાં વધુ નવા 1076 નવા કેસ નોંધાતા સંક્રમણનો આંક 1.40 લાખને પાર થયો છે. દિલ્હીમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 4044 થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 2500ને પાર થઈ ગઈ છે. કર્ણાટકમાં 2700થી વધુ લકોના કોરોનાને કારણે મોત થયા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી થયુ મોત, રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી થયા હતા કોરોનાથી સંક્રમિત

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!