GSTV
Gujarat Government Advertisement

ચેતી જજો / ભારતમાં કોરોનાથી 2 લાખ નહીં પરંતુ 6 લાખ લોકોના થયા છે મોત, રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો

કોરોના

Last Updated on May 7, 2021 by Karan

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે દેશને ઘમરોળી નાખી છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે મોતના આંકડા પણ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. વૈશ્વિક મહામારીમાં ઘણી વખત મરનારાની સંખ્યા છુપાવવાનો સરકાર પર આરોપ લાગતા હોય છે. હાલમાં જ સામે આવેલા એક નવા અભ્યાસે એવો દાવો કર્યો છે જે આ આરોપોને સાચા સાબિત કરી રહ્યા છે. હકિકતમાં અભ્યાસમાં કહેવાયું છે કે ભારત, અમેરિકા સહિત કેટલાય દેશોમાં મરનારાની સંખ્યા અનેકગણી વધારે છે. સરકારી આંકડા ઘણાં ઓછા છે. ભારતમાં આ સંખ્યા વાસ્તવિકરૂપથી 6 લાખથી વધારે બતાવાઈ છે. સરકારી આંકડા ઘણાં ઓછા છે. જ્યારે કે સરકારી આંકડાનું માનવામાં આવે તો અત્યારે દેશમાં બે લાખથી વધારે લોકોના મોત કોરોનાથી થયા છે.

કેટલાય દેશોએ કોરોનાના મોતના આંકડા ઘણાં ઘટાડી દીધા

યુનિવર્સિટીઓફ વોસિંગ્ટન ફોર હેલ્થ મેટ્રિક એન્ડ ઈવેલ્યુશને આ અભ્યાસ કર્યો છે. જેમાં દાવો કર્યો છે કે કેટલાય દેશોએ કોરોનાના મોતના આંકડા ઘણાં ઘટાડી દીધા છે. એ મુજબ કોરોનાના સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 9 લાખથી વધારે લોકોના સંક્રમણને કારણે જીવ ગયો છે. જ્યારે કે સરકારે આ આંકડો 5.7 લાખ બતાવ્યો છે. મહામારીના કારણે બીજા નંબરે સૌથી વધુ પ્રભાવિત ભારતમાં કોરોનાથી મોતનો આંક 6.5 લાખ આંક બતાવ્યો છે. જ્યારે કે અધિકારીક રૂપથી આ 2.2 લાખ જ છે. આ હિસાબે ત્રણ ગણા વધારે લોકોના મોત કોરોના રહેતા થયા છે.

મોટેભાગે હોસ્પિટલોમાં થતા મોત જ ગણતરીએ લેવાયા

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અભ્યાસનો હવાલો આપીને જણાવ્યું છે કે મેક્સિકોએ જાણકારી આપી છે કે તે દેશોમાં કોરોનાથી 2.17 લાખ લોકોના જીવ ગયા છે. જ્યારે હકિકતમાં આ આંક 6.17 લાખ છે. વાસ્તવિક આંકડા સાચા ન આવવા પાછળનું કારણ જણાવ્યું કછે કે મોટા ભાગના મોત તે જ નોંધાતા હોયછે જે હોસ્પિટલોમાં થતા હોય છે.

રશિયામાં 5 ગણા વધારે લોકોના મોત થયા

રિપોર્ટમાં કહેવાયું છે કે રશિયા અને મિસ્રમાં પણ કોરોનાના સરકારી આંકડા ખૂબજ ખોટા છે. રશિયામાં 5 ગણા વધારે લોકોના મોત થયા છે. જ્યારે 1.09 લાખ જ બતાવ્યા છે. મિસ્રમાં આ સંખ્યા 1.07 લાખ સુધી થઈ શકે છે. જો કે તેની સરકારી સંખ્યાની તુલનામાં 13 ગણા વધારે છે. રિપોર્ટમાં ચીનનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. ચીનમાંઅત્યાર સુધી 4636 લોકોના મોત થયા છે. પરંતુ મોટા ભાગના દેશોનું માનવું છે કે ચીને આંકડા ખોટા બતાવ્યા છે. વાસ્તવિક રીતે ચીનમાં ખૂબજ મોટા પ્રમાણમાં લોકોના મોત થયા છે. પરંતુ જીનપિંગ સરકારે આંકડા સાથે મોટી રમત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!