GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Coronaથી એશિયાની સ્થિતિ વધારે બદતર થઈ શકે: WHOએ આપી ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું હતુ કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ-અમેરિકા કરતાં સારી છે. પરંતુ એશિયામાં ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે તો એશિયાની સ્થિતિ વધારે બદતર થઈ શકે છે. માટે એશિયાના દેશોને શક્ય એટલાં ઝડપથી પગલાં લેવા ઑર્ગેનાઈઝેશનના અધિકારીએ ભલામણ કરી હતી. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ લડાઈ લાંબી ચાલવાની શક્યતા છે.

સૌથી ખરાબ સ્થિતી ન્યુયોર્કમાં

અમેરિકામાં Coronaના કેસ પોણા બે લાખે પહોંચ્યા છે અને સૌથી ખરાબ સ્થિતી મેટ્રોપોલિટન સિટી ન્યુયોર્કની છે. અહીંના ગુજરાતી ડૉક્ટર શામિત પટેલે કહ્યું હતુ કે ન્યુયોર્કની સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે. અત્યારે તો હજુ ન્યુયોર્કની બધી હોસ્પિટલો નથી ભરાઈ પરંતુ દરદી સતત વધતા રહેશે તો હોસ્પિટલો પણ પથારીની અછત અનુભવશે. એટલુ જ નહીં એ સમયે આરોગ્ય સુવિધાઓ, વિવિધ મેડિકલ સાધન-સામગ્રીની પણ અછત સર્જાશે. અત્યારે જ જગતમાં Corona સામે લડવા વેન્ટિલેટર, ટેસ્ટિંગ કિટ, માસ્ક વગેરેની અછત વર્તાઈ રહી છે. Corona સામે લડવા ન્યુયોર્કના કાંઠે અમેરિકન નૌકાદળનું ૧૦૦૦ બેડ ધરાવતું મેડિકલ જહાજ તૈયાર રખાયું છે. ટ્રમ્પે કહ્યું હતુ કે આગામી ૩૦ દિવસ લડત માટે મહત્ત્વના છે. ૩૦મી એપ્રિલ સુધી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એવી અપીલ પણ અમેરિકી પ્રમુખે કરી હતી. Coronaથી સુરક્ષીત રહેવા ડઝનબંધ દેશોએ લૉકડાઉનની પોલિસી અપનાવી છે. પરિણામે દુનિયાની લગભગ અડધી વસતી એટલે કે ૩.૬ અબજ લોકો પોતાના ઘરોમાં કેદ છે.

ઈટાલીમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

આ તરફ ઇટાલીમાં સાડા અગિયાર હજારથી વધારે મોત થયા છે. એ મૃતકોને અંત સમયે તેમના પરિવારજનોનુ મોઢું પણ જોવા મળ્યું નથી. એમના માનમાં ઈટાલીમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. સાથે સાથે બે મિનિટનું રાષ્ટ્રવ્યાપી મૌન પાળવામાં આવ્યું હતું. એ તકે Corona સામે લડત આપી રહેલા હેલ્થ વર્કરોને પણ માન અપાયું હતું. સ્પેનમાં મૃત્યુ આંક એક જ દિવસમાં ૮૪૯ નોંધાયો હતો. સ્પેનમાં કેસ ૯૫ હજાર જ્યારે મૃત્યુ સંખ્યા આઠ હજારથી વધુ થઈ છે. Corona વાઈરસનો વ્યાપ જોઈને દુનિયાના ઘણા દેશોએ લૉકડાઉનની નીતિ અપનાવી હતી. ઑસ્ટ્રેલિયાએ પણ લૉકડાઉનની જાહેરાત કરી હતી. ન્યુયોર્કમાં ૯ હજારથી વધુ કેસ નોંધાયા છે અને દોઢ હજારથી વધારે મોત થયા છે. ન્યુયોર્કના ગવર્નરના ભાઈને પણ Coronaનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતના દરરોજ નોંધાય છે એટલા કેસ છતાં આ રાજ્યમાં 30મી જૂન સુધી લંબાવાયું લોકડાઉન

Ankita Trada

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન ભારે પડી જશે, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે ના લેતા!

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!