GSTV
Gujarat Government Advertisement

JCBમાં લાવવામાં આવ્યો Coronaના દર્દીનો મૃતદેહ! ઘટનાની જાણ થતા આ રાજ્યના સીએમ ભડક્યા, કર્યા આ આદેશ

Corona

Last Updated on June 27, 2020 by Arohi

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાંથી માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે. કોરોના (Corona) વાયરસથી પીડિત બે લોકોના મોત બાદ તેમના મૃતદેહને જીસીબી મશીનથી સ્મશાન પહોંચાડવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે જ્યાર બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે.

સીએમએ વ્યક્ત કર્યુ દુઃખ

આંધ્ર પ્રદેશના સીએમ વાઈએસ જગનમોહન રેડ્ડીએ તેના પર દુખ અને નારાજગી વ્યક્ત કરતા જવાબદાર અધિકારીઓ પર તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે.

Corona

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે આ શરમ જનક છે તો છેજ પરંતુ અમાનવીય પણ છે અને પ્રોટોકોલનું ઉલ્લંઘન પણ છે. જવાબદાર અધિકારીઓની વિરૂદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીએમના આદેશ બાદ સંબંધિત નગર પાલિકા પ્રમુખ અને એક અન્ય અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જવાબદાર સામે કડક કાર્યવાહી

ટ્વિટર પર ટ્વીટ કરીને સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું, આ માનવતા દર્શાવવાનો સમય છે પરંતુ જે રીતે આ કામ કરવામાં આવ્યું છે તેનાથી મનને ખૂબ દુઃખ પહોંચ્યું છે. આવી ઘટનાઓ ફરી ન બનવી જોઈએ. જવાબદાર લોકો પર લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ.

Corona

જાણકારી અનુસાર કોરોના પીડિતોના મોત બાદ પાડોશીઓએ મૃતદેહને લઈ જવા માટે એમ્બુલન્સ આવવા સુધીની રાહ જોવાથી ઈનકાર કરી દીધો. ત્યાર બાદ ત્યાં હાજર કર્મચારીઓને આ પગલું ભરવુ પડ્યું. જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ વિપક્ષે દોષી કર્મચારીઓના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાંતિકારી સફળતા: હવે આ સોફ્ટવેર કરશે વેન્ટિલેટર-ICUની જરૂરિયાત વાળા દર્દીની ઓળખ

Pritesh Mehta

ખતરો: કોરોના બાદ હવે ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ પણ પ્રાણીઓ સુધી પહોંચ્યો, તમિલનાડૂના આ પ્રાણીસંગ્રહાલયમાં 4 સિંહ થયા સંક્રમિત

Pravin Makwana

સૂર્યાસ્ત પછી ક્યારેય ના કરશો આ પાંચ કામ, નહીં તો ધન સમૃદ્ધિના નાશ સાથે થશે આ મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!