GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાનો આંક 7000ને પાર, રૂપાણી સરકારના માઈક્રોપ્લાનિંગ પર પણ ભારે પડી રહ્યો છે વાયરસ

કોરોના

Last Updated on May 8, 2020 by Ankita Trada

ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે. વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં, અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા માઇક્રો પ્લાનિંગ ઘડાયુ છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વધુ 388 કેસો નોધાયા હતાં. જેના કારણે કુલ કેસોનો આંક 7 હજારને વટાવી ચૂક્યો છે. આજે પણ અમદાવાદમાં 275 કેસો નોંધાયા હતાં. સંપૂર્ણ લોકડાઉનને કારણે કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પણ મોતનો સિલસીલો યથાવત રહ્યો હતો. રાજ્યમાં કોરોનાએ વધુ 29 દર્દીનો ભોગ લીધો હતો પરિણામે રાજ્યનો મૃત્યુઆંક વધીને 425 સુધી પહોંચ્યો છે.

કોરાનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો

ગુજરાતમાં કોરોનાનો કેર હજુય જારી રહ્યો છે, તેમાં અમદાવાદમાં તો વધુ વિકટ પરિસ્થિતી સર્જાઇ છે. કેસો જ નહીં, મૃત્યુદર વધતાં શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. રેડ ઝોનમાં પેરા મિલિટરી ફોર્સ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અત્યારે તો શહેરના દસ રેડ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરીને કોરાનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. શાકભાજી, ફ્રુટ, કરિયાણાવાળાનુ દિવસભર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે.

228 ડોક્ટરોને નોટિસો ફટકારવામાં આવી

શહેરમાં ખાનગી ક્લીનિક-હોસ્પિટલો શરુ ન કરનારાં 228 ડોક્ટરોને નોટિસો ફટકારવામાં આવી છે. દરેક ઝોનવાઇઝ સ્ટ્રેટેજી ઘડીને કોરોનાને અંકુશમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 275 કેસો નોંધાયા હતાં. ગઇકાલની સરખામણીમાં કેસોમાં આંશિક ઘટાડો થયો હતો. અમદાવાદ ઉપરાંત અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1, દાહોદમાં 4, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4,ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3 એમ કુલ મળીને 388 કેસો નોંધાયા હતાં. જોકે, રાજ્ય આરોગ્ય વિભાગે રાજસ્થાનનો એક કેસ પણ ગુજરાતના કુલ કેસોમાં નોંધાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અમદાવાદમાં વધુ 23 દર્દીઓના કોરોનાના કારણે મોત

ગુજરાતમાં કોરોનાના કેસો કરતાં મૃત્યુદર રોકેટગતિ વધી રહ્યો છે. આજે સતત છઠ્ઠા દિવસે પણ અમદાવાદમાં મોતનો સિલસીલો જારી રહ્યો હતો. અમદાવાદમાં વધુ 23 દર્દીઓના કોરોનાના કારણે મોતને ભેટયાં હતાં જેમાં 13 પુરુષો અને 10 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે,અમદાવાદ સિવિલમાં 188 દર્દીઓના મોત થયાં છે. આ પરથી હવે સિવિલમાં સારવાર માટે આંગળી ચિંધાઇ છે. રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, 12 દર્દીઓનુ કોરોનાના કારણે મૃત્યુ થયુ હતુ. જ્યારે 17 દર્દીઓ હૃદયરોગ, ડાયાબિટીસ સહિતની ગંભીર બિમારી ઉપરાંત કોરોનાને લીધે મોતને ભેટ્યા હતાં.

4853 દર્દીઓની તબિયત સ્થિર

દર્દીઓના મૃત્યુ થતાં હવે રાજય સરકારે ખાનગી ડોકટરોને સિવિલ દોડાવ્યાં છે. એટલું જ નહીં, દિલ્હીના ત્રણ નિષ્ણાત તબીબોને અમદાવાદ મોકલવા કેન્દ્રને પત્ર લખવામાં આવ્યો છે. સિવિલમાં કાર્યરત ડોકટરો સતત એઇમ્સના કંટ્રોલરુમ સાથે સંપર્કમાં છે. ઉંચા મૃત્યુદરને ઘટાડવા રાજ્ય સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ બેઠકોનો દોર શરુ કર્યો છે. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં 1, મહેસાણામાં 1 અને સુરતમાં 4 દર્દીઓના મૃત્યુ થયા હતાં. હાલમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાંછે જ્યારે 4853 દર્દીઓની તબિયત સ્થિર છે.

66,861 લોકોને સરકારી-હોમ ક્વોરન્ટાઇન કરાયાં

આજે દિવસ દરમિયાન,રાજ્યમાં કુલ 209 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમાં અમદાવાદમાં 108 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયાં હતાં. આણંદમાં5, બનાસકાંઠામાં 8, ભરુચમાં 3, છોટાઉદેપુરમાં1, ગાંધીનગરમાં પ, પાટણમાં 1, સુરતમાં 51 અને વડોદરામાં 29 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1709 લોકો સાજા થયાં છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય વિભાગે લક્ષણ ન હોય તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરવા નક્કી કર્યુ છે. અત્યારે 66,861 લોકોને સરકારી-હોમ ક્વોરન્ટાઇન કરાયાં છે. જોકે, આરોગ્ય વિભાગે દાવો કર્યો છેકે,હોમિયોપેથિક અને આયુર્વેદ દવાઓના સારા પરિણામ મળી રહ્યાંછે. આ જોતાં અમદાવાદ શહેરમાં કોવિડ કેર કીટ વહેચવા નક્કી કર્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana

ભરાયા: મોદી કેબિનેટના વિસ્તરણમાં સન્માન જનક જગ્યા મળવી જોઈએ, સહયોગી પાર્ટીએ આકરા તેવર સાથે કરી દીધી જાહેરાત

Pravin Makwana

હાશકારો ! મનમોહન સિંહે શરૂ કરેલી આ યોજનાએ ગુજરાત સરકારની લાજ રાખી લીધી, પ્રવાસી મજૂરો માટે ગણાવ્યું ‘સંકટમોચક’

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!