GSTV
Gujarat Government Advertisement

મોદી ફેલ: 2 કરોડ રોજગાર આપવાની વાત કરનારી સરકારમાં કોરોનાના કેસ 2 કરોડને પાર થયા, આપી હતી આવી ચેતવણી, ન થયા ગંભીર

Last Updated on May 4, 2021 by Pravin Makwana

કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશ આખો આજે ઝઝૂમી રહ્યો છે. ત્યારે હવે સોમવારે નવા 355, 832 કેસો આવ્યા છે. જે બાદ ભારતમાં કુલ કેસનો આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. ભારત દુનિયાનો બીજો એવો દેશ છે, જ્યાં કોરોનાના બે કરોડથી વધારે કેસ આવી ચુક્યા છે.

હકીકતમાં જોઈએ તો, દેશમાં કોરોના મામલે 3 માર્ચ 2020થી કેસો વધવાની ગતિ ચાલુ છે. 197 દિવસમાં એટલે કે 15 સપ્ટેમ્બર 2020 સુધી આ આંકડો 50 લાખની આસપાસ પહોંચી ગયો હતો. પછી આગાળના 94 દિવસોમાં એટલે કે, 18 ડિસેમ્બર સુધી કોરોનાના કેસ 1 કરોડ સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ 121 દિવસોમાં 50 લાખ કેસ આવ્યા અને છેલ્લા 15 દિવસમાં 50 કેસો વધી ગયા છે.

કેસ

તો વળી બીજી બાજૂ ડૉ. વિદ્યાસાગરે જણાવ્યુ હતું કે, કેન્દ્રને 15થી 22 માર્ચ વચ્ચે દરરોજ લગભગ 1.2 નવા કેસોની અનુમાનિત ચેતવણી પહેલાથી મળી હતી. કોરોના પિકના સમયને બાદમાં મેના પહેલા અઠવાડીયામાં આવવાની વાત કહી હતી.

આઈઆઈટી હૈદરાબાદમાં પ્રોફેસર અને કોરોના સુપરમોડલ સમિતિનું નેતૃત્વ કરી રહી રહેલા ડૉ. વિદ્યાસાગરે કહ્યુ હતું કે, સૌ કોઈ જોઈ શકતા હતા કે, કેસો વધી રહ્યા છે. 13 માર્ચથી સ્પષ્ટ રીતે કેસો વધવાની ગતિ ચાલુ હતી. 2 એપ્રિલે તેમણે ઔપચારિક ભવિષ્યવાણી પણ કરી હતી. તેમાંથી 15થી 22 મે સુધી લગભગ 1.2 લાખ નવા કેસો દરરોજ આવવાનું અનુમાન લગાવ્યુ હતું.

તેમણે કહ્યુ હતું કે, જેવુ અનુમાન લગાવ્યુ હતું, તેનાથી કેટલાય ગણા વધારે કેસો આવ્યા છે. દેશમાં હાલ 3.5 લાખ પ્રતિ દિન કેસો આવી રહ્યા છે. આઈઆઈટી કાનપુરે પણ કહ્યુ હતું કે, બીજી લહેરમાં કેસો 8 મે સુધી ચરમ પર પહોંચી જશે. કાનપુર સ્ટડીમાં 14થી 18 મે વચ્ચે 38થી 44 લાખ એક્ટિવ કેસોની ટોચની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

મોદી સરકાર પર સવાલ

આ સ્ટડીમાં મોટા સવાલો કરવામાં આવ્યા છે. શું કેન્દ્રને પહેલાથી કોરોનાના આટલા કેસો વધવાની શક્યતા ખબર હતી. બીજી લહેરમાં લડવા માટે શું ઉપાય કર્યા. વિદ્યાસાગર જણાવે છે કે, કેન્દ્રની લાંબી અને મધ્યમ ગાળાની યોજનાઓ અલ્પકાલિક યોજનામાં સ્થાનાંતરિત થઈ ગઈ. દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ઓક્સિજનનું સંકટ તેનુ જ ઉદાહરણ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!