GSTV

રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ: પીએમ મોદી થયા ભાવુક, એઇમ્સ ડાયરેક્ટરે લીધી રસી

આજથી દેશમાં કોરોના વાયરસના જંગ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ મહાઅભિયાનનો પ્રારંભકરાવી રહ્યા છે. આ માટે હાલ 3,006 કેન્દ્રો તૈયાર કરાયા છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ લાખ છસ્‍સો સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. સરકારે 10.65 કરોડ ડોઝ વિવિધ રાજયોને મોકલ્યા છે.

હાઇલાઇટ્સ

  • કોરોના રસીકરણનો પ્રારંભ પીએમ મોદીએ કર્યું સંબોધન
  • લગભગ 3 લાખ હેલ્થ વર્કર્સને અપાશે રસી
  • વેક્સીન પછી પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી: પીએમ
  • આજના દિવસની આતુરતાથી રાજ જોવાઈ રહી હતી.

શ્રીનગરમાં રસીકરણ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. શ્રીનગર સિવિલમાં કોરોના વોરિયર્સની યાદી પ્રમાણે રસી આપવામાં આવી. રસીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે.  પહેલા કોરોના વોરિયર્સ અને બાદમાં 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

એઇમ્સના ડાયરેક્ટરે લીધી કોરોના વેક્સીન

એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ કોરોના રસી લીધી છે. રસી લઈને તેમણે દેશવાસીઓમાં કોરોના વેક્સીન સુરક્ષિત હોવાનું પુરવાર કર્યું છે.

સફાઈ કર્મી બન્યા રસી લેનાર પહેલા વ્યક્તિ

દિલ્હી એઇમ્સ ખાતે મનીષ કુમાર નામના એક સફાઈકર્મીએ કોરોનાની પહેલી રસી લીધી છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનની હાજરીમાં તેમણે રસી લઇ દિલ્હી એઇમ્સમાં રસી લેનાર પહેલા વ્યક્તિ છે.

કોરોના સંકટ વચ્ચે ભારતમાં શનિવારે કોરોના રસીનું મહાઅભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસીકરણને લઈને તેમને ટ્વીટ પણ કરી જણાવ્યું હતું કે 16 જાન્યુઆરી સવારે 10.30 વાગે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ થશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદીએ CoWIN એપ પણ લોન્ચકરી.

સંબોધન કરતી વખતે ભાવુક થયા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થઈ ગયા હતા. PMએ કહ્યું કે, કોરોનાના સમય દરમિયાન, અમારા ઘણા સાથીદારો એવા હતા કે તેઓ બીમાર પડ્યા પછી હોસ્પિટલમાંથી પાછા ફર્યા ન હતા. પીએમએ કહ્યું કે, કટોકટીના તે જ સમયે, નિરાશાના સમાન વાતાવરણમાં, કોઈ પણ આશાનું સંચાર કરી રહ્યા હતા, આપણને બચાવવા માટે પોતાનો જીવ સંકટમાં મૂકી રહ્યા હતા. આ લોકો આપણા ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, આશા વર્કર્સ, સફાઈ કામદારો, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઈન કામદારો હતા. અમારા ઘણા સાથીઓ કોરોનાથી ગ્સિત થયા પછી હોસ્પિટલમાંથી પાછા ફર્યા નહીં. અમે આવા બધા સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.

માતાઓ રોઈ રહી હતી, પરંતુ બાળકો પાસે જઈ શકતી ન હતી: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બિમારી લોકોને તેમના ઘરથી દૂર રાખે છે. માતાઓ બાળકો માટે રડતી હતી, પરંતુ તેઓ તેમના બાળકો પાસે જઈ શક્યા નહીં. લોકો હોસ્પિટલમાં દાખલ તેમના ઘરના વડીલોને મળી શક્યા નહીં, અમારા ઘણા સાથીઓ જે આ રોગના શિકાર બન્યા પછી આપણાથી દૂર જતા રહ્યા હતા, આપણે આવા લોકોના અંતિમ સંસ્કાર પણ કરી શક્યા નહીં.

કોરોના કાળમાં ભારતે દાખલો બેસાડ્યો: પીએમ મોદી

કોરોના સામે લડાઈમાં ભારતે દુનિયા સામે દાખલો બેસાડ્યો છે, જયારે અન્ય દેશો ચીનમાં ફસાયેલા પોતાના લોકોને છોડી ચુક્યા હતા. ત્યારે ભારતે ચીનમાં ફસાયેલા પોતાના દરેક નાગરિકને સુરક્ષિત પરત લાવ્યું છે. માત્ર પોતાના જ નહિ અન્ય કેટલાય દેશોના નાગરિકોને પરત લાવ્યું છે.

દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન: PM મોદી

લોકોને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્રકારનું રસીકરણ અભિયાન અને આટલા મોટા પાયે ઇતિહાસમાં ક્યારેય હાથ ધરવામાં આવ્યું નથી. વિશ્વના 100થી વધુ દેશો એવાં છે, જેની વસ્તી 3 કરોડથી ઓછી છે, અને ભારત રસીકરણના તેના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપે છે. બીજા તબક્કામાં આપણે તેને 30 કરોડની સંખ્યામાં લઈ જવું પડશે. વૃદ્ધ લોકો, જેઓ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે, તેઓને આ તબક્કે રસી આપવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો, 300 કરોડની વસ્તીથી ઉપરના વિશ્વમાં ફક્ત ત્રણ જ દેશો છે – ભારત, ચીન અને અમેરિકા.

પીએમ મોદીની દેશવાસીઓને અપીલ

પીએમ મોદીએ કહ્યું કે હું એ વાત ફરી યાદ અપાવવા મંગુ છું કે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા અત્યંત જરૂરી છે. પીએમ મોદીએ જનતાને અપીલ કરતા કહ્યું કે બંને ડોઝ અચૂક લગાવડાવો. એક ડોઝ લગાવ્યા બાદ ભૂલી ન જતા. પીએમ મોદીએ કહ્યું કે પહેલા અને બીજા ડોઝની વચ્ચે લગભગ એક મહિનાનો અંતરાલ પણ રાખવામાં આવશે તેને પણ ધ્યાનમાં રાખો. બીજો ડોઝ લાગવ્યાના 2 સપ્તાહ બાદ તમારા શરીરમાં કોરોના સામે લાડવા માટે જરૂરી શક્તિ ઉભી થઇ જશે. સાથે સાથે, જેવી ધીરજ તમે કોરોના કાળ દરમ્યાન દર્શાવ્યો હતો, તેવું જ ધૈર્ય તમે વેક્સિનેશનના સમયે પણ દર્શાવજો. પીએમ મોદીએ કહ્યું કે વેક્સિનેશન બાદ પણ સામાજિક અંતર અને માસ્ક જરૂરી છે.

વૈજ્ઞાનિક રિસર્ચરના પ્રયાસો વખાણવા લાયક

પીએમ મોદીએ કહ્યું કે આજે તે વૈજ્ઞાનિકો, વેક્સીન રિસર્ચ સાથે જોડાયેલા તમામ લોકો ખાસ પ્રસંશાને પાત્ર છે. જે ગત અનેક મહિનાથી કોરોના સામે વેક્સીન બનાવવામાં લાગેલા છે. સામાન્ય રીતે વેક્સીન બનાવવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે.

પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ કરાવતા કહ્યું છે કે આજના દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. કોરોનાની વેક્સીન આવી ગઈ છે, પીએમ મોદીએ કહ્યું કે વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમ કર્યો છે. ન તો કોઈ તહેવારની ચિંતા કરી ન તો ઘરે રજા લઈને ગયા. આજના દિવસને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રકવિ દિનકરને પણ યાદ કરતા કહ્યું કે આવા જ દિવસ માટે રાષ્ટ્ર કવિ દિનકરે કહ્યું છે કે માનવ જયારે જોર લગાવે છે ત્યારે પથ્થર પણ પાણી બની જાય છે.

સવારે 10: 30 શરૂ થશે મહાઅભિયાન

જણાવી દઈએ કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રસીકરણની શરૂઆત કર્યા બાદ પીએમ મોદી વેક્સીન લગાવનાર હેલ્થ વર્કર્સ સાથે વાત પણ કરશે. આ વાતચીતને દેશના 3006 વેક્સીન સેન્ટર પર પણ લોકો જોઈ શકશે. રસીકરણ અભિયાનના પહેલા જ દિવસે લગભગ 3 લાખ હેઠલવર્કર્સને વેક્સીન આપવામાં આવશે. એટલે કે દેશના તમામ વેક્સીન સેન્ટર્સ પર 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. રસીકરણનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. કોવિડ-19 મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેરને લગતા સવાલો માટે હેલ્પલાઇન 1075 પણ શરૂ કરવામાં આવી છે.

વેક્સિન રસી

વૈજ્ઞાનિકોએ આપ્યું સૂચક નિવેદન

આ દરમ્યાન દેશના વૈજ્ઞાનિકોનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ડોક્ટરો, વૈગ્યાયકો અને તબીબી કર્મચારીઓનો એવો વર્ગ છીએ જે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણે આત્મનિર્ભર થવાની સાથે સાથે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ઉત્પાદનોના નિકાસ માટે વૈશ્વિક અગ્રણી તરીકે આગળ આવી રહ્યા છીએ. સાથે જ વેક્સિનને લઈને કરવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

કોલેજ પ્રિન્સિપાલ રસી લેનાર પ્રથમ વ્યક્તિ

જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુધિર ભંડારી રાજસ્થાનમાં કોરોનાની રસી લેનારા સૌપ્રથમ વ્યક્તિ બનશે જ્યારે મધ્ય પ્રદેશમાં હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડ અને એક એટેન્ડરને સૌપ્રથમ રસી અપાશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના સામેની લડાઈમાં શનિવારથી નિર્ણાયક તબક્કો શરૂ થશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં શનિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારી વિરુદ્ધની લડાઈનો આ અંતિમ તબક્કો છે. હું તો કહું છું કે આ કોરોનાના અંતની શરૂઆત છે, જે શનિવારથી શરૂ થઈ રહી છે. 

વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન

ભારતમાં શરૂ થનારું કોરોના રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારે બધી જ તૈયારીઓ કરી લીધી છે. જોકે, આ સમયે સ્વાસ્થ્ય મંત્રીએ ચેતવણી આપી હતી કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવી ગઈ છે અને રસીકરણ અભિયાન શરૂ થવા છતાં લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે. તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં ચાલે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!