GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં અનલોક 1 વચ્ચે કોરોનાને પણ મળી ગઈ છૂટછાટ, અત્યાર સુધીનો 485 પોઝીટીવ સાથે બનાવી દીધો નવો રેકોર્ડ

Corona

Last Updated on June 4, 2020 by pratik shah

ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત માથું ઊંચક્યું છે. ગઈકાલે દેશમાં રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે ગુજરાતમાં પણ કોરોનાનો હાઈએસ્ટ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 5 મેના રોજ 441 કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા. આજે એક મહિના જેટલા અંતરાલ બાદ વધુ 485 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં આ સાથે કુલ સંક્રમણનો આંક પણ 18117 થઈ ગયો છે. લોકડાઉન 5 નહીં પરંતુ અનલોક 1 થતાં ઉદ્યોગ ધંધાઓની સાથે જાણે કે કોરોનાને પણ છૂટછાટ મળી હોય તેમ છેલ્લા 5 દિવસથી કોરોના પોઝીટીવ આંક 400 પ્લસ થયા છે. જેમાં અનલોકના 1 અમલ થયાના ત્રીજા જ દિવસે ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક સૌથી ઊંચો આવ્યો છે.

કોરોના

કુલ 18,117 દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ13,0639108,932
સુરત1794741191
વડોદરા114042668
ગાંધીનગર33914171
ભાવનગર1309103
બનાસકાંઠા125595
આણંદ1021087
અરવલ્લી1137106
રાજકોટ117372
મહેસાણા129676
પંચમહાલ941072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ86664
ખેડા76458
સાબરકાંઠા107377
જામનગર54342
ભરૂચ47334
કચ્છ82355
દાહોદ41032
ગીર-સોમનાથ45042
છોટાઉદેપુર33023
વલસાડ41116
નર્મદા19015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ31125
નવસારી28113
પોરબંદર1226
સુરેન્દ્રનગર42119
મોરબી403
તાપી605
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ18,117112212,212

7 દિવસ બાદ રિકવરીની ગતિને નડ્યું વિઘ્ન

ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી રિકવરી દર ખૂબજ તેજ ગતિએ દોડી રહ્યો હતો તેને આજે બ્રેક વાગી છે. આજે કોરોના પોઝીટીવની ગતિ વધી ગઈ છે. ગુજરાતમા છેલ્લા 7 દિવસમાં એવરેજ 680 લોકો સાજા થતા હતા. ગઈ કાલે રેકોર્ડબ્રેક 1114 લોકો સાજા થયા હતા. સાજા થવાની તેજ ગતિમાં વિઘ્ન નડ્યું છે. આજે 7 દિવસ બાદ આ આંક નીચે આવી ગયો છે. ફક્ત 318 લોકો જ સાજા થયા છે. અને એક્ટિવ કેસનો આંક ઊંચો થયો છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ છેલ્લા 11 દિવસમાં ખૂબ જ સારો મળ્યા બાદ આજે ફરી તેમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 23 મેના એક્ટિવ કેસનો આંક ડિસ્ચાર્જ આંક કરતા વધારે હતો. ગુજરાતમાં 23 મેના રોજ 48.80 ટકા એક્ટિવ કેસ હતા. જે ગઈકાલ સુધી ઘટીને 26.35 ટકા પર આવી હતા પરંતુ આજે એક્ટિવ કેસનો આંક 26.40 થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતભરમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની આગાહી બાદ સતત બે દિવસથી મેઘરાજા મહેરબાન

Pritesh Mehta

ચૂંટણી તૈયારી: મોદીના પ્રિય એવા ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારીને ભાજપે આ રાજ્યમાં આપી મોટી જવાબદારી, મુખ્યમંત્રીએ પણ આપી લીલીઝંડી

Pravin Makwana

BIG NEWS: ગૌતમ અદાણીની સંપત્તિમાં એક અઠવાડિયામાં 1 લાખ કરોડથી વધારેનું નુકસાન, નેટવર્થમાં 14.1 અરબ ડોલરનો થયો ઘટાડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!