GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અનલોક-1ના પ્રથમ દિવસે ફફડી જશો એવી આવી ચેતવણી, મોદી સરકારે કરી દીધી છે મોટી ભૂલ

મોદી

દેશમાં આજથી લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે નિષ્ણાંતોએ દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ પણ જાહેર કર્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે બનાવાયેલી નેશનલ ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતના અનેક ઝોનમાં હવે કોરોનાનું સામૂદાયિક સંક્રમણ થઈ રહ્યું છે માટે વર્તમાન સંજોગોમાં કોરોના પર કાબુ મેળવવો સંભવ છે તેમ માનવું ભૂલ ભરેલું છે તેમ જણાવ્યું હતું.

કોવિડ-19 માટે રચવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સના સદસ્યોએ કોરોનાના સંક્રમણનો સામનો કરવા માટેના સરકારના વલણની ટીકા પણ કરી હતી. ભારતમાં અગાઉ પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સંભવિત પુરાવાઓ મળ્યા હતા. એપ્રિલ મહીનામાં ભારતની મેડિકલ રિસર્ચ સંસ્થા ICMRએ આ તરફ ઈશારો પણ કર્યો હતો જેને સ્વાસ્થ્ય મંત્રાલયે નજરઅંદાજ કરી દીધેલો. નેશનલ ટાસ્ક ફોર્સે કોરોના મહામારીના મોનિટરિંગ માટે એપ્રિલ મહીનામાં એક કમિટીની રચના કરી હતી.

એઈમ્સ, BHU, JNUના નિષ્ણાંતોએ પત્ર લખ્યો

મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ પ્રખ્યાત સંસ્થાઓએ 25મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના મહામારી પર નિયંત્રણ માટે અપનાવાયેલી કેન્દ્રની પદ્ધતિઓની ટીકા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના પૂર્વ સલાહકાર, એઈમ્સ, બીએચયુ, જેએનયુના પૂર્વ અને વર્તમાન પ્રોફેસર વગેરેએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને ડો. ડીસીએસ રેડ્ડીએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ડો. રેડ્ડી કોરોનાનો અભ્યાસ કરવા રચાયેલી એક કમિટીના પ્રમુખ છે.

લોકડાઉનના આકરા નિયમોની ટીકા

નિષ્ણાંતોએ પત્રમાં લોકડાઉનને ક્રૂર ગણાવ્યું હતું અને લોકડાઉનની કઠોરતા, નીતિઓમાં સમન્વયની ઉણપ વગેરેની કિંમત ભારતે હવે ચુકવવી પડશે તેમ કહ્યું હતું. પત્રમાં લખ્યું હતું કે, ‘ભારતના અનેક કલસ્ટરમાં સંપૂર્ણ રીતે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવા લાગ્યું છે માટે આ સ્તરે કોરોના પર નિયંત્રણ મળી જશે તે વિચારવું અવાસ્તવિક છે.’

મજૂરોને ઘરે જવા દેવા જોઈતા હતા

વધુમાં પત્રમાં લખ્યું છેકે, આ મહામારીની શરૂઆતમાં જ્યારે સંક્રમણની ઝડપ ઓછી હતી ત્યારે જ મજૂરોને તેમના ઘરે જવાની મંજૂરી આપી દેવી જોઈતી હતી કારણકે તેમ કરવાથી વર્તમાન સ્થિતિથી બચી શકાત. શહેરોથી પરત ફરી રહેલા મજૂરો હવે દેશના ખૂણે-ખૂણામાં સંક્રમણ લઈ જઈ રહ્યા છે જેથી અનેક ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત થશે અને ત્યાં પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!