GSTV

ચીનની લુચ્ચાઈ! કહ્યું- આતો Coronaની ફક્ત પહેલી લહેર છે, લાંબા સમય સુધી દુનિયાને ચુકવવી પડશે કિંમત

Corona

Last Updated on July 8, 2020 by Arohi

અમેરિકાની તરફથી દબાણ કર્યા બાદ ચીને આખી દુનિયાને નુકશાન આપવાની ધમકી આપી દીધી છે. ચીની સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સે મંગળવારે છપાયેલા ઓડિટોરીયલ લેખમાં કહ્યું છે કે અમેરિકા તમામ મોટા દેશોને ચીનના વિરૂદ્ધ ઉકસાવી રહ્યું છે અને પોતાના પક્ષણાં કરી રહ્યું છે. તેનો પ્રતિકુળ પ્રભાવ પડશે.

અમેરિકા દેશોને ચીનનો વિરોધ કરવા ઉકસાવી રહ્યું છે

ચીનના પ્રમુખ અંગ્રેજી અખબારે કહ્યું છે કે અમેરિકા પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે અને દુનિયા તેની કિંમત ચુકવશે. અમેરિકા એ દરેક દેશોને પોતાનું સમર્થન આપી રહ્યું છે જેની સાથે ચીનનો ક્ષેત્રીય વિવાદ છે. અમેરિકા પશ્ચિમી દેશોની સાથે-સાથે એશિયાઈ દેશોને પણ ચીનનો વિરોધ કરવા માટે ઉકસાવી રહ્યું છે.

અમેરિકા સંબંધોને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે

ચીની અખબારે જણાવ્યું છે કે ચીનનું બજાર અમેરિકાના બરાબર જ છે. લગભગ 100 દેશોની સાથે ચીનના વ્યાપારિક સંબંધ છે પરંતુ અમેરિકા એવા સંબંધોને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લાંબા સમય સુધી દુનિયાને તેની કિંમત ચુકવવી પડશે.

ચીન

દુનિયાને લાંબા સમય સુધી નુકશાન ભોગવવું પડશે

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે- દુનિયાને લાંબા સમય સુધી નુકશાન ભોગવવું પડશે. હાલ જે કોવિડ-19 મહામારી ચલી રહી છે તે ફક્ત પહેલી લહેર છે. મહામારીના વધ્યા છતાં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સહયોગને રોકી દીધો છે.

અમેરિકા ચીનના વિરૂદ્ધ મોટી રમત રમી રહ્યું છે

ચીની અખબારે લખ્યું છે કે એવું લાગી રહ્યું છે કે ભૌગોલિક રાજકીય સંઘર્ષ હવે પાછો પહેલાની સ્થિતિ પર નહી જઈ શકે. અમેરિકા ચીનના વિરૂદ્ધ મોટી રમત રમી રહ્યું છે. તેનાથી આવનાર દિવસોમાં નફરત વધી શકે છે અને યુદ્ધનો ખતરો પેદા થઈ શકે છે. ઘણા દેશોને ખૂબ નુકશાન થશે.

Read Also

Related posts

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!