ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં ૩૩ બાળકો સહિત કુલ ૧૦૭ કોરોનાના નવા કેસો નોંધવામાં આવ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ દિલ્હીના બાજુમાં આવેલા આ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૧૧ થઇ ગઇ છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવાર સવારે ૬ વાગ્યાથી અત્યાર સુધીમાં ૧૦૭ લોકો કોરોના સંક્રમિત થયા છે અને ૩૨ લોકો કોરોનામાંથી સાજા થયા છે. ટીફ મેડિકલ ઓફિસર ડો. સુનીલકુમાર શર્માના જણાવ્યા અનુસાર કોરોનાથી સંક્રમિત થયેલા ૧૦૭ લોકોમાં ૩૩ બાળકો પણ સામેલ છે.

આ દરમિયાન દેશમા કોરોનાના નવા ૧૨૪૭ કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૪૫,૫૨૭ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૧,૮૬૦ થઇ ગઇ છે. કોરોનાથી વધુ એક વ્યકિતનું મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૧,૯૬૬ થઇ ગયો છે. દૈનિક પોઝિટિવ રેટ વધીને ૦.૩૧ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ વધીને ૦.૩૪ ટકા થઇ ગયો છે. દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૮૬.૭૨ કરોડને પાર થઇ ગઇ છે.

દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે કેટલાક વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે કોરોનાના કેસો ભલે વધી રહ્યાં હોય પણ હોસ્પિટમાં દાખલ દર્દીઓી સંખ્યા વધી રહી ન હોવાથી હાલમાં દેશમાં કોરોનાની ચોથી લહેર શરૃ થઇ ગઇ છે તેવું કહી શકાય નહીં. તેમણે જણાવ્યું છે કે ઓનલાઇન શિક્ષણ બંધ કરીને શાળાઓ ફરીથી ખોલવા, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ વધવાને કારણે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ જોવા મળી છે.
READ ALSO:
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા