GSTV

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક, 94 હજાર કરતા વધારે દર્દીઓના નીપજી ચુક્યાં છે મોત

ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિન પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા તથા મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક પહોંચી ગઈ છે. તો કોરોનાથી 94 હજાર કરતા પણ વધારે દર્દીઓના મોત નીપજી ચુક્યાં છે. સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે.

એક જ દિવસમાં નોંધાયા આટલા કેસો

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 60 લાખને નજીક પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 59.92 લાખ કેસ અને કોરોનાથી 94 હજાર 503 લોકોના મોત થયા છે. તો વળી શનિવારે એક દિવસમાં 88 હજાર 600 નવા કેસ નોંધાયા. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહી 13.21 લાખ કેસ અને 35 હજાર 391 જેટલા લોકોના મોત થયા. આંધ્ર પ્રદેશમાં 6.68 લાખ કેસ અને 5 હજાર 663 જેટલા લોકોના મોત થયા.. તમિલનાડુમાં 5.75 લાખ કેસ અને 9 હજાર 233 લોકોના મોત થયા છે. દેશના અન્ય રાજ્યની જો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં 5.66 લાખ, ઉત્તર પ્રદેશમાં 3.82 લાખ, દિલ્હીમાં 2.67 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં 1417 નવા કેસ આવ્યા સામે

ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસથી સંક્રમણના નવા 1417 કેસ સામે આવ્યાં છે. જે બાદ પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 131808 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે જાણકારી આપી છે. સ્વાસ્થ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું છે કે, સંક્રમણના કારણે પ્રદેશમાં વધુ 13 લોકોના મોત નીપજી ચુક્યાં છે. જે બાદ રાજ્યમાં આ વાયરસથી મરનારા દર્દીઓનો આંક 3409 પર પહોંચ્યો છે.

Related posts

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

આ તારીખથી કાકરિયા લેક ફ્રન્ટની અન્ય એક્ટિવિટી મુલાકાતીઓ માટે થશે શરૂ, કોરોના ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!