GSTV

ત્રીજી લહેરની શરૂઆત? વિશ્વભરમાં કોરોનાએ રફ્તાર પકડી: એક અઠવાડિયામાં આટલા ટકા દર્દી વધ્યા, ભારતના 13 રાજ્યોમાં ખતરાની ઘંટી

Last Updated on July 22, 2021 by Zainul Ansari

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે. ભારતમાં દરરોજ મળતા નવા કોરોના કેસ 40 હજાર નજીક છે. જ્યારે વિશ્વમાં ગત અઠવાડિયે કોરોનાના 34 લાખ નવા કેસ સામે આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ ગત અઠવાડિયે કોરોના વાઇરસના 3.4 મિલિયનથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જે તેના અગાઉના અઠવાડિયાની સરખામણીમાં 12 ટકા વધુ છે. જોકે સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે મોતના આંકડામાં ઘટાડો જારી છે. ગત અઠવાડિયે વિશ્વભરમાં કોરોનાથી અંદાજે 57,000 લોકોના મોત થયા છે.

કોરોનાની સૌથી વધુ વૃદ્ધિ પશ્ચિમી પ્રશાંત (વેસ્ટર્ન પેસિફિક) અને યૂરોપિયન દેશોમાં થઈ છે. WHOએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે કોરોનાના સૌથી વધુ કેસ ઇન્ડિયોનેશિયા, બ્રિટન, ભારત અને અમેરિકામાં હતા.

ભારતની વાત કરીએ તો કોરોનાની બીજી લહેર પછી થયેલા એક સીરો સર્વે (રાષ્ટ્રવ્યાપી સર્વે) મુજબ અંદાજે 40 કરોડ લોકો પર કોરોનાનું જોખમ છે. આ સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતુ કે 6 વર્ષથી વધુ ઉંમરની વસ્તીમાં બે તૃતિયાંસ ભાગમાં કોવિડ એન્ટીબોડી મળી આવી છે.

અહેવાલ મુજબ દેશના એક તૃતિયાંશ વિસ્તામાં આ એન્ટીબોડી નથી, તેનો અર્થ છે કે અંદાજે 40 કરોડ લોકોને અત્યારે પણ કોરોના થઇ શકે છે.

આ રાજ્યોએ ટેન્શન વધારી

મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં દૈનિક કેસોનો દર ઉંચો છે. જ્યારે કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં એક્ટિવ કેસ વધી ગયા છે. ચિંતાનો વિષય એ છે કે મહિનાની શરૂઆતમાં આમાંથી ઘણા રાજ્યોમાં સંક્રમણ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ હવે ધીમે ધીમે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં આ રાજ્યોમાં મળ્યા સૌથી વધુ કેસ

  • કેરળ – 17,481
  • મહારાષ્ટ્ર – 8,159
  • આંધ્ર પ્રદેશ – 2,527
  • ઓરિસ્સા – 1,927
  • તમિલનાડુ – 1,891

ભારતમાં અત્યાર સુધી 4,18,987 મૃત્યું

આરોગ્ય મંત્રાલય મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 507 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરોનાના 38,652 દર્દીઓ સાજા થયા.

  • કુલ કેસ- 3,12,57,720
  • કુલ સાજા થઇ ચુકેલા દર્દી – 3,04,29,339
  • એક્ટિવ કેસ – 4,09,394
  • કુલ મૃત્યુ – 4,18,987
  • વેક્સિનેશનનો આંક – 41,78,51,151

બીજી તરફ અમેરિકાની સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી મૃત્યુઆંક 34 લાખથી 449 લાખની વચ્ચે હોઇ શકે છે. સંસ્થાએ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનો ડેટા એકત્રિત કર્યો છે. તેના મુજબ કોરોનાથી ઉત્પન્ન થયેલી સ્થિતિ ભારતની આઝાદી અને ભાગલા પછીની સૌથી મોટી માનવ ત્રાસદી છે.

Read Also

Related posts

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!