GSTV
Gujarat Government Advertisement

કોરોના/ લોકડાઉન મુદ્દે મોદી નારાજ પણ ટાસ્ક ફોર્સનું ભારે દબાણ, પીએમને લોકડાઉનમાં છે આ ડર

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

કોરોનાને નાથવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવાના મુદ્દે હવે નરેન્દ્ર મોદી અને મોદીએ બનાવેલી કોવિડ ૧૯ ટાસ્ક ફોર્સ સામસામે આવી ગયાં છે. નીતિ આયોગના વી.કે. પૌલના નેતૃત્વમાં બનાવાયેલી નિષ્ણાતોની ટાસ્ક ફાર્સે દેશમાં તાત્કાલિક રીતે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

બીજી તરફ મોદી સંપૂર્ણ લોકડાઉન લાદવાની તરફેણમાં નથી. મોદી પીએમઓના અધિકારીઓની વાત માનીને લોકડાઉનથી દૂર ભાગી રહ્યા છે. પૌલ છેલ્લા અઠવાડિયામાં મોદી સામે બે વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ મોદી માનતા નથી.

દેશમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો પછી ટાસ્ક ફોર્સની દર ત્રીજા દિવસે બેઠક મળી છે. આ બેઠકમાં સર્વાનુમતે લોકડાઉનની તરફેણ કરાઈ હોવાનું સરકારનાં સૂત્રો સ્વીકારે છે. તેમની દલીલ છે કે, ૧૪ દિવસનું લોકડાઉન દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો માહોલ પેદા કરશે અને સરકારને પણ જરૂરી વ્યવસ્થા કરવા સમય મળી રહેશે. સામે પીએમઓનો મત છે કે, લોકડાઉનના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાશો તો તેને ફરી પાટા પર લાવવામાં બીજા છ મહિના નિકળી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બેદરકારી/ ડ્રાઈવ થ્રુમાં દંપતિ આવ્યું પોઝિટીવ અને ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ, બોલો હવે કેટલા ટેસ્ટ કરાવવાના

Damini Patel

સર્વે: ગુજરાતમાં કોરોનાએ વાલીઓની કમર તોડી નાખી, સંતાનોની ફી ભરવામાં પડી રહ્યા છે ફાંફા, ચિંતાજનક સ્થિતી

Pravin Makwana

જાતીય જીવન/ સંભોગમાં મહિલાઓનો રસ ઓછો થવા પાછળ આ એક કારણ છે જવાબદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!