GSTV

BREAKING : કર્ણાટકમાં ત્રાટક્યું ઓમીક્રોન, 69 વિદ્યાર્થીઓ નીકળ્યા કોરોના સંક્રમિત

ઓમિક્રોન

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

કોરોનાનું નવું વેરિએન્ટ ઓમીક્રોન ભારતમાં કર્ણાટક રાજ્યમાં પ્રથમ વખત ત્રાટક્યું છે. ઓમીક્રોનના ભય વચ્ચે રાજ્યમાં ૬૯ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ચિકમંગલુરુ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 40 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સમય દરમિયાન શિવમોગાની એક શાળાના 29 બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

ઓમિક્રોન

શિવમોગાના ડેપ્યુટી કમિશનર કે.બી. શિવકુમારે જણાવ્યું હતું કે, ખાનગી નર્સિંગ સ્કૂલમાં ૨૯ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. આ બાળકો રેન્ડમ સેમ્પલિંગમાં પોઝિટિવ જોવા મળ્યા છે. ડેપ્યુટી કમિશનરે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, અહીં બાળકોના રેન્ડમ નમૂના લેવામાં આવ્યા છે અને મોટાભાગના વિદ્યાર્થીઓમા કોરોનાના લક્ષણો દેખાયા નથી. શિવકુમારે જણાવ્યું , “આ બાળકો જુદા-જુદા રાજ્યોમાંથી આ ખાનગી નર્સિંગ સ્કૂલમાં આવ્યા છે. હાલ અમે હોસ્ટેલ સંકુલને સીલ કરી દીધું છે. આ સંસ્થાના લગભગ 29 જેટલા વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત મળી આવ્યા છે.”

ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આ ઘટના બાદ આ વિસ્તારમાં રહેતા લોકોના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. અગાઉ કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો ન યોજવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે આગામી બે મહિના માટે શાળાઓ અને કોલેજોમાં કોઈપણ સામાજિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Karnataka Postpones All Events In Education Institutes Till January 15

આ અઠવાડિયાની શરૂઆતમાં કર્ણાટકમાં કોરોના વાયરસના નવા ઓમીક્રોન વેરિએન્ટના બે કેસ પણ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર ઓમીક્રોન કેસ નોંધાયા છે. ભારતે છેલ્લા 24 કલાકમાં 8,895 નવા કોવિડ-19 કેસ નોંધયા છે. જ્યારે 2,796 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3,46,33,255 થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના રોગચાળાને કારણે કુલ મૃત્યુઆંક હવે વધીને 4,73,326 થયો છે.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!