GSTV

મોટા સમાચાર / દિલ્હીમાં વધ્યો કોરોનાનો કોહરામ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,383 નવા કેસ સાથે 34 લોકોના મોત

corona

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,383 નવા કેસ નોંધાયા છે તેમજ એક દિવસમાં ૩૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સમયગાળા દરમિયાન કોરોના પોઝિટિવિટી રેટ 30.64 ટકા નોંધવામાં આવ્યો હતો તો બીજી તરફ 26,236 લોકો સાજા થયા છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 92,273 થઈ ગઈ છે.

દિલ્હીમાં કોરોનાના કેસોમાં જાન્યુઆરી મહિનામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 90,542 નવા કોવિડ કેસ નોંધાયા છે. દરમિયાન કોરોનાના 63 દર્દીઓના મોત થયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 4,85,413 થઈ ગયો છે. બીજી તરફ ભારતભરમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 13,19,789 થઈ ગઈ છે.

કોરોના રિકવરી રેટ 92.96 ટકા :

હાલ દિલ્હીમાં 64,831 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. એક્ટિવ કોરોના દર્દીઓનો દર 5.52 ટકા છે. રિકવરી રેટ 92.96 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 24,383 કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 16,70,966 સુધી પહોંચી ગઈ છે. 26,236 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 15,53,388 દર્દીઓ ચેપથી સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે.

24 કલાકમાં 79,578 કોરોના પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા :

હાલ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ટેસ્ટિંગની ક્રિયાએ પણ વેગ પકડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 79,578 ટેસ્ટ લેવામાં આવ્યા છે, જે અંતર્ગત કુલ ટેસ્ટનો આંકડો 3,39,26,818 સુધી પહોંચી ગયો છે. વધતા સંક્રમણ દર વચ્ચે દિલ્હીમાં હાલમાં 27,531 સસ્ટેનેમેન્ટ ઝોન છે. હાલ સંક્રમણથી મૃત્યુદર ૧.૫૧ ટકા છે.

દિલ્હીમાં આજે કોરોનાથી ત્રણ બાળકોના મોત થયા છે. ત્રણેય બાળકો ગંભીર બીમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય બાળકોને જુદી જુદી તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ બાળકો પરીક્ષણમાં સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. ચેપથી પીડાતા ત્રણેય બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!