GSTV
Corona Virus News Trending World

કોરોનાના ચીનમાં અત્યાર સુધીમાં 92% દર્દીઓ થયા સાજા, દુનિયામાં ફક્ત 22 ટકા

કોરોના વાયરસનો કહેર ભલે ચીનમાંથી આવ્યો હોય, પરંતુ ચીન કોરોનાને લગભગ હરાવી ચૂક્યુ છે. તે આ વાયરસનાં પ્રકોપમાંથી બહાર નીકળી આવ્યુ છે. જ્યારે આખી દુનિયા હજી પણ આ ઘાતક વાયરસની ચપેટમાં છે. એટલેકે, અત્યાર સુધીમં ચીનમાં કોરોનાના 92 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે દુનિયાભરમાં સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 22 ટકા જ છે. 1 માર્ચે દુનિયાભરમાં કોરોનાના 88 હજાર કેસો હતો. જેમાં 80 હજાર કેસો ફક્ત એકલાં ચીનમાં જ હતા. 29 માર્ચ સુધીમાં દુનિયામાં કોરોનાનાં 6 લાખ 77 હજાર અને ચીનમાં 82 હજાર 122 કેસ બચ્યા છે.

કોરોના વાયરસ ચીનથી ફેલાવાનો ચાલુ થયો હતો. જ્યાં પહેલાં કુલ મામલામાં તેની હિસ્સેદારી 90 ટકા કરતાં પણ વધારે છે. જે હવે ઘટીને 12 ટકા જ બચી છે. માર્ચનાં 29 દિવસોમાં દુનિયાભરમાં કોરોના વાયરસનાં 769 ટકા મામલાઓ વધી ગયા છે. પરંતુ આ માર્ચ મહિનામાં જે ચીનમાંથી વાયરસ આવ્યો છે. ત્યાં ફક્ત 1.7% જ નવા મામલાઓ સામે આવ્યા છે. માર્ચનાં 29 દિવસોમં મોતનો આંકડો સતત વધતો રહ્યો છે. 1 માર્ચ સુધીમાં દુનિયાભરમાં 3 હજાર 50 મોત થયા છે. જેમાંથી 95 ટકા એટલેકે 2,912 મોત ફક્ત ચીનમાં જ થયા હતા.

29 માર્ચ સુધીમાં ચીનમાં મોતનો આંકડો વધીને 3300 પર પહોંચી ગયો છે, પરંતુ દુનિયાભરમાં આ આંકડા વધીને 31,735 પર આવી ગયો છે. આજે એવી સ્થિતી છેકે, ચીનમાં મોતનો આંકડો દુનિયામાં 10 ટકા છે. 95 ટકામાંથી સીધો 10 ટકા થઈ ગયો છે. જે ચોંકાવનારો છે. હવે એ પણ જાણોકે, દર્દીઓ સાજા થવાનાં મામલામાં ચીન કયાં સ્થાને છે. ચીનમાં અત્યાર સુધીમાં 92 ટકાથી વધારે લોકો સાજા થયા છે. જ્યારે આખી દુનિયામાં ફક્ત 22 ટકા દર્દીઓ જ રિકવર થયા છે. ચીન બાદ સૌથી વધારે પીડિત ઈટલી અને અમેરિકા છે.

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV