GSTV

નવો રેકોર્ડ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.01 લાખનો ઘટાડો : કોરોનાના હવે વળતા પાણી, નોંધાયા આટલા કેસ

કોરોના

Last Updated on May 18, 2021 by Damini Patel

ભારતના અનેક રાજ્યોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોની અસર દેખાવા લાગી છે. આ નિયંત્રણોના પગલે કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. દેશમાં 27 દિવસમાં પહેલી વખત કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા છે. સોમવારે એક દિવસમાં કોરોનાના 2.81 લાખ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 2.49 કરોડ થઈ છે.

એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો

એક્ટિવ કેસ પણ ઘટીને 35.16 લાખ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસ ઘટવા છતાં મોતનું તાંડવ યથાવત્ રહ્યું છે. સોમવારે એક દિવસમાં કોરોનાથી 4,106 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 2.74 લાખને પાર થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 27 દિવસમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા 2,81,386 કેસ નોંધાયા હતા. વધુમાં દેશમાં છેલ્લા એક સપ્તાહમાં છઠ્ઠી વખત અને સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સરખામણીમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની સંખ્યા વધુ છે.

24 કલાકઆ 3.78થી વધુ દર્દીઓ સારા થયા

કોરોના

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.78 લાખથી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે કુલ 2.11 કરોડથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં રીકવરી રેટ વધીને 84.81 ટકા થયો છે જ્યારે મૃત્યુદર 1.10 ટકા છે. દેશમાં નવા કેસ ઘટવાની સાથે એક્ટિવ કેસ પણ ઘટીને 35,16,997 થયા હતા, જે કોરોનાના કુલ કેસના 14.09 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.01 લાખનો ઘટાડો થયો છે.

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 18.17 ટકા જેટલો રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15.73 લાખ ટેસ્ટ કરાયા છે. આ સાથે કોરોનાના કુલ 31.64 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં રસીકરણ અભિયાનના 121 દિવસમાં અત્યાર સુધીમાં 26.68 લાખ સત્રોમાં કોરોનાની રસીના કુલ 18.29 કરોડ ડોઝ અપાયા છે.

જોવા મળી રસીની આડઅસર

વેક્સિન

દરમિયાન ભારતમાં કોવિશિલ્ડ રસી આપ્યા પછી લોહી ગંઠાઈ જવાના અને બ્લિડિંગના 26 કેસ નોંધાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. કોરોનાની રસી પછી થનારી આડ અસરોના અભ્યાસ અંગે બનેલી એક પેનલના અહેવાલમાં જણાવાયું છે કે તેણે કુલ 498 કેસનો અભ્યાસ કર્યો છે, જે ગંભીર હતા. તેમાંથી તેને 26 એવા કેસ મળ્યા છે, જેમને રસી આપ્યા પછી રક્તસ્રાવ થયો હતો અથવા લોહી ગંઠાઈ ગયું હોવાની આશંકા છે. ડેટામાં કહેવાયું છે કે રસી આપ્યા પછી બહુ ઓછું જોખમ હોય છે, પરંતુ આંતરિક રીતે તેના પ્રભાવની આશંકા જરૂર છે. જોકે, કોવેક્સિન લીધા પછી લોહી ગંઠાઈ જવા આૃથવા રક્તસ્રાવ જેવી કોઈ સમસ્યા સામે આવી નથી.

દેશમાં 7મી એપ્રિલ સુધીમાં રસીના 7.54 કરોડ ડોઝ અપાયા છે, જેમાં કોવિશિલ્ડના 6.86 કરોડ જ્યારે કોવેક્સિનના 67.84 લાખ ડોઝ અપાયા છે. કોવિન પ્લેટફોર્મ મુજબ દેશમાં કોરોનાની રસી આપ્યા પછી કોઈને આડઅસર થઈ હોય તેવા 23,000 કેસ નોંધાયા હતા અને તેમાં પણ માત્ર 700 કેસ ગંભીર હતા.

Read Also

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!