GSTV
Gujarat Government Advertisement

દેશમાં રોકેટ ગતિએ વકરતો કોરોના, 24 કલાકમાં નોંધાયા 27 હજાર ઉપર કેસ, 3 દિવસમાં એક લાખ કેસ, 22 હજારથી વધુ મોત

Corona

Last Updated on July 11, 2020 by pratik shah

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે ત્રણ દિવસમાં એક લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 8.22 લાખ કેસ અને 22 હજાર 144 લોકોના મોત થયા છે. શુક્રવારે 27 હજાર જેટલા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 2.38 લાખ કેસ અને 9 હજાર 893 લોકોના મોત થયા છે. તો તમિલનાડુમાં 1.30 લાખ કેસ અને 1 હજાર 829 લોકોના મોત થયા. દિલ્હીમાં1.09 લાખ કેસ અને 3 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Corona

ભારતમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. 24 કલાકમાં જ કોરોનાના વધુ 27,435 કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોની સંખ્યા આઠ લાખને પાર પહોંચી ગઇ છે.

હાલ દેશમાં કોરોનાના કુલ 8.22 મામલા સામે આવ્યા છે જ્યારે કુલ 22,144 લોકોએ જીવ ગૂમાવ્યો છે. 24 કલાકમાં જ વધુ 513 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે હાલ ચોમાસુ શરૂ થઇ ગયુ હોવાથી દેશમાં કોરોનાની મહામારીની સાથે ડેંગ્યૂનો ખતરો પણ રહેલો છે.

કોરોનાની સાથે ડેન્ગ્યુનો પણ ખતરો

નિષ્ણાંતોનો દાવો છે કે ભારતમાં હવે બે વાઇરસ ડેંગ્યૂ અને કોરોના બન્નેનો સામનો કરવાની તૈયારી લોકો અને સરકારે કરવી પડશે. સામાન્ય રીતે ચોમાસામાં ડેંગ્યૂના કેસો વધતા હોય છે.

વરસાદને કારણે ડેન્ગ્યુનું પ્રમાણ વધશે

આવી સ્થિતિમાં હાલ અનેક રાજ્યોમાં મોટા પાયે વરસાદ પડયો છે તેથી જો ચોખ્ખાઇ સહિતના પગલા ન લેવાયા તો ડેંગ્યૂનું પ્રમાણ ઝડપથી આગળ વધશે. એવામાં પહેલાથી જ કોરોનાનો સામનો કરી રહેલા દેશ માટે વધુ એક વાઇરસની આફત બહુ મોટી મુશ્કેલી લાવી શકે છે.

રિકવરી રેટ 8% થી વધુ

આંકડા પર નજર કરીએ તો આઠ લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ 5,13,149 લોકોને સાજા પણ કરી લેવાયા છે. એટલે કે આઠ ટકાથી વધુ લોકો સાજા થઇ ગયા છે. 24 કલાકમાં કોરોનાના 27435 કેસો સામે આવ્યા હતા જ્યારે 19,816 લોકોને સાજા કરી લેવાયા હતા.

કોરોના ડેથ રેટ 2.72%

સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા મુજબ ભારતમાં કોરોના કેસોમાં મૃત્યુઆંક 2.72 ટકાએ પહોંચી ગયો છે જે અગાઉ 2.82 ટકાએ હતો. એટલે કે કોરોનાના કેસો જેટલી ગતીએ વધી રહ્યા છે તેટલી ગતીએ મૃત્યુઆંક નથી વધી રહ્યો. જ્યારે રીકવરી રેટ પણ 62.42 ટકાએ પહોંચી ગયો છે.

ફરીથી લોકડાઉન

હાલ સ્થિતિ એટલી કથળી રહી છે કે હવે કેટલાક રાજ્યોમાં ફરી લોકડાઉન લાગુ કરી દેવુ પડયું છે. જોકે અગાઉની જેમ સજ્જડ બંધ જેવી સ્થિતિ નથી. ઉત્તર પ્રદેશમાં શુક્રવારે રાતથી 13મી જુલાઇ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર પુણેમાં લોકડાઉન

આ સાથે જ મહારાષ્ટ્ર અને પૂણે જિલ્લામાં 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 13મીથી શરૂ થશે અને 23મી જુલાઇ સુધી ચાલશે. મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસો ઝડપથી આગળ વધી રહ્યા હોવાથી શિવરાજસિંહની સરકારે ફરી લોકડાઉન જાહેર કરવાનું નક્કી કર્યું છે.

આ રાજ્યોમાં પણ લોકડાઉન

હવેથી મ. પ્રદેશમાં દર રવિવારે પુરા મધ્ય પ્રદેશમાં લોકડાઉન રહેશે. જ્યારે કેરળ સરકારે રાજધાની તિરૂઅનંતપુરમમાં ટ્રિપલ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આસામમાં પણ તે જ પ્રકારની સિૃથતિ છે, આસામમાં ગુવાહાટીમાં 12મી જુલાઇ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. બિહારમાં પણ અનેક જિલ્લાઓમાં લોકડાઉન ફરી લાગુ કરી દેવાયું છે.

READMORE:

Gujarat Government Advertisement

Related posts

જી-સેવનના નેતાના નિવેદનના પગલે ચીન ભડક્યું, તાઇવાન તરફ વિક્રમજનક ૨૮ ફાઇટર જેટ ઉડાડયા

Damini Patel

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!