દિવાળી બાદ રાજ્યમાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક ગતિએ કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1,607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,388 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચી ગયો છે. તો હાલમાં 96 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,86,446 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,283 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 76,20,892 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,09,251 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,09,171 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 120 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા: 1607
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો: 205116
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ: 16
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1388
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા: 186446
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા: 14732


કોરોનાથી મોતના આંકડાને લઈને અનેક સ્થળે વિવાદ જોવા મળે છે, ત્યારે હવે બનાસકાંઠામાં પણ કોરોનાથી મોતને લઈને આરોગ્ય વિભાગ હળાહળ ખોટુ બોલતુ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. આરોગ્ય વિભાગના રેકોર્ડ પર માત્ર 67 મોત બોલાય છે, પરંતુ માત્ર પાલનપુર સિવિલમાં જ 89 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. અન્ય જિલ્લા મથકો પર મૃતકોના ડેટા હજુ મળ્યા નથી. છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ પાસે કોરોનાથી મોતના આંકડા જ નથી. છેલ્લા એક માસમાં કોરોનાથી સાત મોત નિપજ્યા છે અને છેલ્લા સાત મહિનામાં 250 જેટલા મૃતકોની પાલનપુર સ્મશાન ગૃહમાં અંતિમવિધિ થઈ હતી. જોકે, સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ કોરોનાથી મોતના આંકડા અપડેટ રાખતા નથી. છેલ્લા 7 માસ મા કોરોના મૃત્યુ આંક આરોગ્ય વિભાગે છુપાવ્યાની ચર્ચાઓ છે.

અરવલ્લીના બાયડની SBI બેંકમાં કોરોનાનો પગ પેસારો થયો હતો. બેન્કના 2 કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ બેન્કને સેનેટાઇઝર કરવામાં આવી હતી. અન્ય કર્મચારીઓનો પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોનાગ્રસ્ત કર્મચારીઓ હોમ ક્વોરન્ટીન થયા હતા.

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર સતર્ક બની છે. નવસારી જિલ્લામાં પણ એક મહિના સુધી કોરોના જાણે શાંત રહ્યો હતો, પણ ફરી ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં જ ૨૨ કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇએ તંત્રને સુસ્તતા છોડી ચેતનવંતુ બનાવવા કલેકટરને પત્ર પણ પાઠવ્યો હતો. જેને લઇને એક્ટીવ બનેલા આરોગ્ય વિભાગે કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ વધાર્યા છે. સાથે જ જિલ્લાના ભીડભાડવાળા અને સાર્વજિક સ્થાનો પર મોબાઇલ કોવીડ કલીનીકની મદદથી રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. જેમાં નવસારી શાકમાર્કેટમાં શાકભાજીવાળાઓના ટેસ્ટ બાદ નવસારી એસટી ડેપોના ડ્રાઈવર, કંડકટર, મિકેનિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.. સાથે જ ડેપોમાં આવતા મુસાફરો, રિક્ષાવાળાઓના પણ ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવતા તેને હોમ આઇસોલેશનમાં મોકલી અપાયો હતો.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત