GSTV
Gujarat Government Advertisement

શું દેશમાં પીક પર પહોંચી ગયો કોરોના?, દિલ્હી મહારાષ્ટ્ર સહિત આ 12 રાજ્યોમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસો તેના પીક પર પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારના આંકડા તો કઇક આ તરફ જ ઇશારા કરે છે.

કોરોના

આ રાજ્યોમાં સ્થિર થયા કોરોનાના કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં સ્થિરતાના સંકેત મળી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 24 એપ્રિલના રોજ સંક્રમણના 65,442 અને 20 એપ્રિલના રોજ 62,417 નવા કેસો સામે આવ્યા. દિલ્હીમાં 24 એપ્રિલના રોજ સંક્રમણના 25,294 કેસ સામે આવ્યા. તેના 7 દિવસ પછી 2જી મેના રોજ દિલ્હીમાં કોરોનાના 24,253 કેસ સામે આવ્યા. છત્તીસગઢમાં 29 એપ્રિલના રોજ 15,583 કેસ અને 2જી મેના રોજ 14,087 કેસ સામે આવ્યા.

જિલ્લાઓમાં સંક્રમણ રેટમાં ઘટાડો

લવ અગ્રવાલે જણાવ્યું કે દીવ, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવા જ ટ્રેન્ડ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાં પણ ગત 15 દિવસમાં ઘટાડાના સંકેત મળ્યા છે. છત્તીસગઢના દુર્ગ, ગરિયાબંદ, રાયપુર, રાજનાંદગાવ, મધ્ય પ્રદેશના છિંદવાડા, ગુના, શાજાપુર, લદ્દાખના લેહ અને તેલંગાણાના નિર્મલમાં ગત 15 દિવસ દરમિયાન કેસોમાં ઘટાડાના સંકેત મળી રહ્યા છે.

કોરોના

તેમણે જણાવ્યું કે આ શરૂઆતી સંકેત છે અને તેના આધારે સ્થિતિનું વિશ્લેષણ કરવું ઉતાવળ હશે. અમારા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે કોરોનાને ફેલાતા અટકાવવા માટે જરૂરી પ્રયાસોને ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે, જેથી આ ટ્રેન્ડ ચાલુ રાખી શકાય.

12 રાજ્યોમાં 1 લાખથી વધુ કોરોના દર્દી

સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે દેશમાં 12 રાજ્યો એવા છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગ,, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. જ્યારે સાત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછી છે.

તેમણે જણાવ્યું કે દેશમાં એવા 22 રાજ્યો છે જ્યાં સંક્રમણ દર 15 ટકાથી વધુ છે. જ્યારે 9 રાજ્યોમાં સંક્રમણ દર 5થી 15 ટકા અને પાંચ રાજ્યોમાં 5 ટકાથી ઓછો છે.

કોરોના

આ પ્રદેશોમાં વધી રહ્યા છે નવા કેસ

તેમણે ચિંતા વ્યક્ત કરી કે આંદમાન અને નિકોબાર, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!