GSTV
News ગુજરાત ટોપ સ્ટોરી

ચેતી જજો! સંક્રમણમાં ચિંતાજનક વિસ્ફોટ, અન્ય રાજ્યોની અસર અમદાવાદમાં દેખાઈ! છેલ્લા 24 કલાકમાં નવા 42 કેસો આવ્યા સામે

દેશના મહારાષ્ટ્ર અને કેરાલા જેવા રાજ્યોનાં  શહેરોમાં કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ અમદાવાદમાં એની અસર જોવા મળી રહી છે.એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા ૪૨ કેસ નોંધાયા છે.મુંબઈ ઉપરાંત કેરાલા સહિતના સ્થળોએ જઈ  પરત આવેલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવે હજુ કેસ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

૪ જુનના રોજ કોરોનાના ૨૬ કેસ નોંધાયા

અમદાવાદમાં ૪ જુનના રોજ કોરોનાના ૨૬ કેસ નોંધાયા હતા.પાંચ જુને એક જ દિવસમાં કોરોનાના નવા ૪૨ કેસ નોંધાવા પામતા વધેલા કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે.૪ જુને કોરોનાના નોંધાયેલા ૨૬ કેસ સામે ૧૮ દર્દી સાજા થયા હતા.પાંચ જુને દૈનિક કેસમાં ૧૬ કેસનો વધારો થતા નવા ૪૨ કેસ નોંધાયા હતા.જેની સામે ૧૪ દર્દી સાજા થયા હતા.આમ નવા વધેલા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ ઘટવા પામી છે.એક મહિના પહેલા શહેરના એન.આઈ.ડી.કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતા કુલ ૪૯ કોરોનાના કેસ નોંધાતા કેમ્પસને મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવુ પડયુ હતું.

શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસ પાછળ અન્ય રાજ્યોમાં જઈ પરત આવતા લોકો સંક્રમિત થતા હોવા ઉપરાંત લોકો હવે કોરોના ગયો એમ માનીને માસ્ક પહેરતા ના હોવા ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાતુ ના હોવાનાંમુખ્ય કારણ છે.હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરાઈ હોવાછતાં લોકો ટેસ્ટ કરાવવા જતા નથી.બીજી તરફ કોરોના વેકિસન લેનારાઓની સંખ્યા પણ ઘટી રહી છે.જો આ સ્થિતિ લાંબો સમય રહેશે તો કોરોનાના કેસ ફરી વધવાની સંભાવના હોવાનું પણ મ્યુનિ.સૂત્રોનું કહેવું છે.

પાંચ દિવસમાં શહેરમાં ૧૪૨ કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદમાં પહેલી જુને કોરોનાના ૨૧, બીજી જુને ૨૭, ત્રીજી જુને ૨૬,ચોથી જુને ૨૬ અને પાંચ જુને ૪૨ એમ કુલ મળીને પાંચ દિવસમાં કોરોનાના ૧૪૨ કેસ નોંધાયા છે.નવા કેસ વધવા પાછળ એક કારણ એ પણ જાણવા મળ્યુ છે કે,જે લોકોને બહારના રાજયોમાં જવાનુ હોય છે એવા લોકો કોરોના ટેસ્ટ કરાવે છે એ સમયે એ કોરોના પોઝિટિવ હોવાની જાણ થતી હોય છે.જો કે મોટાભાગના કેસ હળવા લક્ષણો અથવા તો એસિમ્પટોમેટિક હોવાનું જાણવા મળ્યુ છે.

READ ALSO

Related posts

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk

અમદાવાદ / તૂટેલા રોડ પર થીગડાં મારવાના કામમાં ભ્રષ્ટાચારની આશંકા, AMC નથી આપી રહી કરોડોના ખર્ચની વિગત

Hemal Vegda

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

Hemal Vegda
GSTV