GSTV

દેશમાં ત્રીજી લહેરની આશંકાને લઈ કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો પણ એલર્ટ, સ્થિતિને પહોંચી વળવા માટેની કરાઈ સમીક્ષા!

કોરોના

Last Updated on July 20, 2021 by pratik shah

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને કેન્દ્રથી માંડીને રાજ્ય સરકાર એલર્ટ પર છે..અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પણ ઓગસ્ટના અંત સુધી દેશમાં રોજના એક લાખ કેસની આશંકા વ્યક્ત કરી છે.જોકે આઈસીએમના અહેવાલમાં તે પણ ઈશારો કરાયો છે કે,થર્ડ વેવ બીજીલહેર જેટલી ખતરનાક નહી હોય. ત્યારે શુ છે રાજ્ય અને કેન્દ્ર સરકારની તૈયારી જોઈએ આ અહેવાલ..

નિર્દોષ જિંદગીઓ હોમાય નહી તે માટે સતર્ક જોવા મળી રહી

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી છતાં નેતાઓથી માંડીને સામાન્ય લોકો બેદરાકર દેખાઈ રહ્યા છે..પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્રીજી લહેરમાં નિર્દોષ જિંદગીઓ હોમાય નહી તે માટે સતર્ક જોવા મળી રહી છે..

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સમગ્ર દેશે અનુભવી છે અને ત્રીજી લહેર સમયે ઓક્સિજનની આવશક્યતાને પહોંચી વળવા વડાપ્રધાન પણ મંથન કરી ચુકયા છે..તેઓએ ગત નવ જુલાઈએ હાઈલેવલ બેઠક કરી અને 1500 ઓક્સિજ પ્લાન્ટ લગાવવાનો નિર્દેશ આપ્યો..આ પ્લાન્ટને દેશના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવશે.વડાપ્રધાને હોસ્પિટલ સ્ટાફને પણ ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને સંભાળની ટ્રેનિંગ આપવા કહ્યું છે.

દેશમાં કોરોનાના કેસની વધઘટ પર કેન્દ્રીય કોવિડ ટાસ્ક ફોર્સ સતત નજર રાખી રહ્યુ છે..અને ખૂદ વડાપ્રધાન પણ કોરોનાના આંકડા પર નજર રાખી રહ્યા છે..આ સાથે જ તેઓ સમયે સમયે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યપ્રદાનો સાથે સંપર્કમાં રહે છે..અને લોકડાઉન લગાવ્યા વિના કઈ રીતે કોરોનાને વધતો અટકાવી શકાય તેના પર ચર્ચા કરતા રહ્યા છે..થોડા દિવસ અગાઉ ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યપ્રધાન અને બાદમાં સતત કેસ વધી રહ્યા છે..તેવા મહારાષ્ટ્ર, તમિલનાડુના મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાને બેઠક કરી હતી.

કોરોનાની પહેલી લહેર વખત રસી ન હતી.. બીજી લહેર સમયે વેક્સિન સામાન્ય લોકો સુધી ઓછી પહોંચી હતી .જોકે કોરોનાની ત્રીજી લહેરને ટાળવામાં રસી જ સૌથી મોટુ હથિયાર બની શકે તેમ છે..ત્યારે દેશમાં અત્યાર સુધી 40 કરોડ લોકોને કોરોનાની રસી લાગી ચુકી છે…જેમાં 45 વર્ષથી વધુ વયના 50 ટકા લોકો છે.. જેઓ જ કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો છે…જોકે ગુજરાત જેવા રાજયોમાં રસીની અછત અને અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ હોવાથી રસીકરણ માટે લાગતી કતાર પણ મહાઅભિયાનની વાસ્તવિકતા કેટલી છે તે બતાવવા પૂરતી છે.

READ ALSO

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!