બનાસકાંઠામાં ૨૪, મહેસાણામાં ૧૯ અને પાટણ જિલ્લામાં ૨૭ મળી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૭૦ કેસો સામે આવતા ત્રણે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. હવે કોરોના પોઝિટિવ દર્દીઓના ગામ કે સ્થળના જ નામ દર્શાવતી વિગતો જાહેર કરવામાં આવે છે. જ્યારે દર્દીઓના મૃત્યુઆંક દર્શાવવામાં આવતા ન હોવાથી લોકોમાં તર્કવિતર્ક સર્જાયા છે. છેલ્લા સપ્તાહથી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સખ્યામાં ઉતરોતર વધારો નોંધાતા વહિવટી તંત્ર સહિત રાજ્ય સરકાર આ મુદ્દે ભારે ચિંતત બની છે.
ગુજરાતને અનલોક 2 ભારે પડ્યું

અનલોક ૦૨ માં ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસ બેકાબુ બન્યો છે. ઉત્તરોત્તર પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે મહેસાણા જિલ્લામાં વધુ ૧૯ કેસ ઉમેરાયા છે. જેમાં મહેસાણાના ૭, કડીમાં ૧, ખેરાલુંમાં ૯, બેચરાજી અને વિજાપુરમાં ૧-૧ કેસ નોંધાય ાછે. જ્યારે જિલ્લાના ૨૭૭ પોઝિટિવ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં શહેરી વિસ્તારોમાં આજે સૌથી વધુ ૧૬ જેટલા કેસ નોંધાયા હતા. જેને લઇ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ નોંધાતા રાહતનો દંમ લીધો હતો.
આ જિલ્લાઓમાં કોરોનાનો હાહાકાર

બનાસકાંઠા જિલ્લામાં વધુ ૨૪કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૭૪૮ સુધી પહોંચી ગઈ છે. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખુબજ ચિંતાજનક છે. કોરોના વાયરસના સંક્રમણમાં થઈ રહેલા વધારાને લઈ તંત્ર પણ ચિંતિત બન્યું છે. જ્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. વાવામાં ૧, લાખણીમાં ૧, દિયોદરમાં ૩, ધાનેરામાં ૨, ડીસામાં ૧, ભાભરમાં ૫, થરાદમાં ૧, દાંતામાં ૧,પાલનપુરમાં ૮, અમીરગઢમાં ૧ મળી કુલ ૨૪ કેસ સામે આવ્યા છે.
પાટણ જિલ્લામાં કોરોનાને સતત આંકડો કુદકેને ભુસકે વધી રહ્યો છે. જેને લઇ વહીવટી તંત્ર સહિત આરોગ્ય દોડધામ મચી ગઇ છે. જેની વચ્ચે જિલ્લામાં સોમવારે ૧૮ પુરૃષ અને ૯ મહિલા સહિત ૨૭ લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેમાં સિધ્ધપુર શહેર તાલુકામાં ૬, પાટણ અને ચાણસ્મામાં ૫-૫, હારીજમાં ૪, સરસ્વતીમાં ૩, રાધનપુરમાં ૨ અને શંખેશ્વર-સાંતલપુર તાલુકામાં ૧-૧ કેસ સાથે કુલ ૨૭ લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેને લઇ પાટણ શહેરમાં કુલ પોઝિટીવ આંક ૩૧૩ જ્યારે પાટણ જિલ્લામાં કુલ પોઝીટીવ આંક ૬૮૫ થઇ ગયો હતો.

બેચરાજીમાં યુવકનું કોરોનાથી મોત
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આજ રોજ પંથકના એક યુવાનનું કોરોના કારણે સારવાર દમિયાન મોત નિપજ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. જોકે સરકારી ચોપડે આ મોત ન દર્શાવતા લોકોમાં અચરજ ફેલાયું હતું.
Read Also
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે